28 C
Ahmedabad
Thursday, May 2, 2024

ગાયને બાંધેલા દોરડા પર મહિલાએ દારતરડું મારી ગાયને છોડાવી ગઇ… ગાય SRP જવાન પાછળ દોડી


રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને હાઇકોર્ટ દ્વારા કડક નિર્દેશ આપવામાં આવતા ગાંધીનગર મહાનગર પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન એક મહિલા દાતરડું લઇને પહોંચી ગઇ હતી અને એસઆરપી જવાન તથા ઢોર પકડ પાર્ડીને દાતરડું બતાવી છોડાવી લીધી હતી. ગાયને રસ્સીથી બાંધેલી હતી તેમ છતાં ગાયનું દોરડું કાપી ગાય છોડાવી ગઇ હતી. છૂટેલી ગાય એસઆરપી જવાનની પાછળ દોડતા અફરા તફરી મચી હતી.

Advertisement

Advertisement

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા દાતરડું બતાવીને ઢોર પકડતી ટીમને સાથે ગાયને છોડાવવા માટે ઝપાઝપી કરવા લાગી હતી. બાદમાં બળજબરીથી દોરડા કાપીને ગાયને છોડાવીને નાસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના ફુટેજ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ અંગે મનપા તંત્ર ધ્વારા માલધારી મહિલા અને તેની સાથેના ઈસમ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો મળી છે.
જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!