41 C
Ahmedabad
Sunday, May 19, 2024

નેશનલ હાઇવે નં. 8 ની સ્થગિત કામગીરીને લઈને કાંકરોલ ગામજનોમાં રોષ, લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો


મરણ ગતિ ની હાલતમાં પડેલ હાઈવે ની કામગીરીને લોકોએ રસ્તો બંધ કરાવી જલ્દીથી જાગ્રત કરાવવા ઉગ્ર નજારો ઊભો કર્યો.

Advertisement

છેલ્લા કેટલાય સમયથી નેશનલ હાઈવે નંબર 8 પર ઓવરબ્રિજની કામગીરીઓ પાયા સ્વરૂપે ચાલુ કરાયા બાદ કામગીરીને સ્થગિત હાલતમાં મૂકી દેવાયી છે. ઠેર ઠેર હાઇવે પર ખાડા પડી જવા તેમજ ધૂળની રજકણો લઈને પ્રદૂષણ ફેલાવવા જેવા તેમજ હાઈવે પર ઉડતી રજકણોથી તેમજ ખાડાઓને કારણે અકસ્માતોના બનાવો પણ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે આજે શામળાજી હાઇવે પર આવેલ કાંકરોલ ગામના લોકો આ પરિસ્થિતિથી ત્રાહિમામ થઈને સમગ્ર ગ્રામજનો ભેગા મળી હાઇવે પર આવી રસ્તો રોકી વાહનોની અવરજવર બંધ કરાવતા બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાતચીત કરી સમજાવ્યા બાદ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યો હતો.
બાદમાં ગ્રામજનો જણાવ્યું હતું કે જો વહેલી તકે રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અગાઉના સમયમાં હાઇવે ને બ્લોક કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!