43 C
Ahmedabad
Saturday, May 18, 2024

પ્રેમલગ્નનો વિવાદ: ભિલોડા તલાટીએ હડતાળ દરમિયાન પ્રેમલગ્નની નોંધણી કરી હોવાના આક્ષેપથી ખળભળાટ,DDOને લેખીત રજુઆત


ક્રિષ્ના પટેલ, અરવલ્લી
ભિલોડા તલાટી કૃપા પટેલ તલાટી હડતાળથી દૂર રહ્યા હોવાનું અને પ્રેમલગ્ન નોંધણીના દિવસે રાબેતા મુજબ વહીવટી કામ કર્યા

Advertisement

ભિલોડા તલાટી કૃપા પટેલે પ્રેમલગ્નની નોંધણીમાં નાણાકીય ગેરરીતી આચરી હોવાનો જથ લીંબચ સમાજનો આક્ષેપ

Advertisement

અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક તલાટીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહ્યા છે પ્રેમલગ્ન કરી આપવા કેટલાક તલાટીઓ મોં માંગી રકમ પ્રેમી યુગલ પર વસુલતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે ભિલોડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ સમગ્ર રાજ્યમાં તલાટીઓ હડતાળ પર હતા તે સમયગાળા દરમિયાન ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રેમી યુગલની લગ્ન નોંધણી કરતા ભારે વિવાદ પેદા થયો છે મોડાસા જથ લીંબચ સમાજે જીલ્લા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી ભિલોડા તલાટીએ નાણાકીય ગેરરીતિ આચરી પ્રેમલગ્નની નોંધણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો

Advertisement

મોડાસા જથ લીમ્બચ સેવા સમાજ ના પ્રતિનિધિઓ એ કરેલ લેખિત રજૂઆત મા જણાવ્યું છે કે તલાટી યુનિયન 2 ઓગસ્ટ થી અચોક્કસ મુદતની હડતાળ હોવા છતાં ભિલોડા તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલે ધનસુરા ના આક્રુદ ગામની નાઇ સમાજની એક દીકરીના લગ્ન ગામના જ એક પ્રજાપતિ યુવક સાથે મસમોટી રકમ લઇ કરાવી તલાટી યુનિયનથી વિરુદ્ધ જઇ આ તલાટીએ લગ્ન કરાવી દેતા તલાટી યુનિયને આવા તલાટી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે બીજી બાજુ મોડાસા જથ લીમ્બચ સમાજ દ્વારા પણ આ મહિલા તલાટી ગરીબ અને અનાથ બાળકીઓને છોકરાપક્ષ પાસેથી મસ મોટી રકમ વસુલ કરી અરવલ્લી જિલ્લા ના મોટા ભાગના આતરજ્ઞાતિય લગ્ન આ પંચાયતમા થતાં હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ અને ખાતાકીય તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે.

Advertisement

વધુ મા જણાવ્યું છેકે ભિલોડા તલાટી દ્વારા તા.17/8/2022 ના રોજનીશીની તેમજ અન્ય આ સિવાય ની કરેલ કામગીરી કે પછી લગ્ન નોંધણીજ કરવામાં આવિ છે તેમજ જો તે દિવસે અન્ય કામગીરી કરેલ ના હોઈ અને માત્ર લગ્ન નોંધણીજ કરવામાં આવિ હોઈ તો આવા લગ્નો રદ બાતલ કરવા પણ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે

Advertisement

ભિલોડા તલાટી કૃપાબેન પટેલના જણાવ્યા અનુસાર
ભિલોડા ગ્રામ પંચાયતમાં પ્રેમલગ્નની નોંધણીનો વિવાદ ઉભો થતા આ અંગે તલાટી કૃપાબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે તલાટીઓની હડતાલથી હું અળગી રહી હતી પ્રેમ લગ્નની નોંધણી થઇ તે દિવસે પણ ગ્રામ પંચાયતની વહીવટી અને દાખલા કાઢી આપવાની કામગીરી રાબેતા મુજબ કરી છે મારી સામે થયેલા આક્ષેપ પાયા વિહોણા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!