39 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : શામળાજી સિવિલ નજીક પુલ ધરાશાયી થતા ગાબડું બેરિકેડ ના અભાવે એક્ટિવા ચાલક ખાબક્યો, પુલનું કામ ઝડપથી કરવા માંગ


45 ગ્રામ્ય વિસ્તારોના ધોરી સમાન શામળાજી સિવિલ નજીક પુલ ભારે વરસાદમાં ફસડાઈ જતા કામ ચલાઉ સમારકામ કરવા લોક માંગ

Advertisement

થોડા દિવસ અગાઉ અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મેશ્વો ડેમમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવતા શામળાજી સિવિલ નજીક આવેલો પુલ ધરાશાયી થતા 45 જેટલા ગામડાના લોકોની અવર-જ્વર પર અસર પડી છે પુલ ધરાશાયી થયા પછી તંત્રએ રસ્તો બેરિકેડથી બ્લોક કરવાનું મુનાસીબ ન સમજતા રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો જોખમી રીતે પસાર થઇ રહ્યા છે એક્ટિવા ચાલક ગાબડામાં ખાબકતાં શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો ખંડિત પુલ પર બેરિકેડ મુકવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે

Advertisement

શામળાજી રેફરલ હોસ્પીટલ આગળ થી પસાર થતો રોડ ભિલોડા તાલુકા અને મેઘરજ તાલુકાના 45 થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે
અવર-જવર માટે જીવાદોરી સમાન છે હોસ્પિટલ નજીક પસાર થતી મેશ્વો નદી પર બનાવવામાં આવેલ પુલ થોડા દિવસ અગાઉ વરસાદના પાણીમાં ફસડાઈ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારો અવર-જવર માટે પ્રભાવીત થયા છે

Advertisement

શામળાજી સિવિલ હોસ્પિટલ નજીક પસાર થતા પુલનું હંગામી ધોરણે સમારકામ કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે શામળાજીમાં પુલની આજુબાજુ રહેતા ગ્રામજનોએ સ્કૂલમાં, બજારમાં કે સારવાર કરાવવા જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!