31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

હિંમતનગર શામળાજી NH 8 પર સહકારી જીન પાસે વેપારીઓનો ચક્કાજામ, 5 કિલોમીટર સુધી વાહનોની કતારો


મંદ ગતિથી જ ચાલી રહેલ કામગીરીને લઈ, તેમજ રોડ પર પડેલા ખાડા અને વારંવાર થતાં અકસ્માતોને કારણે કરાયો ચક્કાજામ.

Advertisement

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 8 ની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે ત્યારે મંદ ગતિથી ચાલી રહેલ કામગીરીને લઈને રોડ પર મોટા મોટા ખાડા પડી જવા તેમજ વરસાદી પાણી ભરાવાના અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી ત્રાહિમામ થયેલ સ્થાનિકો તેમજ સહકારીજીન વિસ્તારના આસપાસના વેપારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા મળી બંને તરફના રસ્તા ઉપર રોડ પર બેસી આવતા જતા તમામ વાહનોને રોકી ચક્કા જામ કરી દીધો હતો. આ ચક્કા જામમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ પણ જોડાયા હતા. રોસે ભરાયેલા લોકોએ બે થી ત્રણ કલાક સુધી સતત રોડ પર બેસી વાહનનો ને રોકી રાખતા પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે લોકોની એક જ જીદ હતી કે જ્યાં સુધી હાઈવે કોન્ટ્રાક્ટર ન આવે અને ખુલાસો ન કરે કે હાઇવે નું કામ ક્યારથી ચાલુ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં પૂરું કરવામાં આવશે તેનો ખુલાસો ન કરે ત્યાં સુધી હાઇવે પર કરેલ ટ્રાફિક ન હટાવવા દેવાની જીદ પકડી હતી.

Advertisement

ત્યારે મામલો ખૂબજ ગંભીર બનતા સાબરકાંઠા એલ.સી.બી પોલીસ એસ.ઓ.જી તેમજ ગાંભોઈ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં હાઇવે ના કોન્ટ્રાક્ટર આવી લોકોને દિલાસો આપી ટૂંક જ સમયમાં રોડ પર પડેલા ખાડા પૂરી દેવા તેમજ જલ્દીથી હાઈવે નું કામ પૂરું થઈ જાય તે અંગેની બાહેધરી આપી હતી. ત્યારબાદ મોટી સંખ્યામા એકત્રિત થયેલ ટોળું શાંત થયું હતું અને વાહનોને જવા માટે રસ્તો આપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!