39 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી: ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા ધ્વારા રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા યોજાઈ


સંપર્ક,સહયોગ,સંસ્કાર,સેવા,સમર્પણ ના ચાર સુત્ર સાથે કાર્યરત સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખા ધ્વારા આયોજીત રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા – 2022, રાષ્ટ્રીય ચેતના કે સ્વર – 2022 અંતર્ગત વિશેષ જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં દબદબાભેર રીતે કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

Advertisement

વિધાર્થીઓમાં રાષ્ટ્રભકિત,સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય,રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ થાય તેવા શુભઆશયથી આયોજન દરમિયાન વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધકોની ટીમોને ટ્રોફી આપી વિશેષ સન્માન કર્યુ હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાનો અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયા,ચેતનાબેન પટેલ,બી.આર.સી,કો.ઓ.ભિલોડા,વિજયભાઈ નાયી – ટ્રસ્ટી,સાબર સેવા સંધ,પાલ્લા,ભારત વિકાસ પરિષદ, વિભાગીય સહમંત્રી જગદીશભાઈ પટેલ,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,મુકેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ,મહેન્દ્રસિંહ રાઠોડ સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના પ્રમુખ રામઅવતાર શર્મા,ખજાનચી નરેન્દ્રભાઈ પ્રજાપતિ,કાંતિભાઈ પટેલ,મુકેશભાઈ પંચાલ,અનિલભાઈ પંચાલ, કલ્પેશભાઈ ચૌહાણ,કનકસિંહ રાઠોડ,હસમુખભાઈ બરંડા,ભરતભાઈ પ્રજાપતિ સહિત ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખાના સર્વે હોદ્દેદારો,કારોબારી સભ્યો,વિવિધ શાળાઓના શિક્ષકો,વિધાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતો.સામુહીક ભોજન સમારંભ યોજાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!