30 C
Ahmedabad
Friday, April 26, 2024

Russia Ukraine War: જો બાઈડને કહ્યું, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, યુદ્ધ સમાપ્ત થાય, પણ પહેલા આ થવું જોઇએ


યુએસ પ્રમુખ જો બાઈડન બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યુક્રેન યુદ્ધ પર કડક વલણ અપનાવ્યું હતું. જનરલ એસેમ્બલીને સંબોધતા તેમણે કહ્યું કે યુનાઈટેડ નેશન્સ ઇચ્છે છે કે યુદ્ધનો અંત આવે, અમેરિકા ઇચ્છે છે કે યુદ્ધ સમાપ્ત થાય, પરંતુ યુદ્ધ સમાપ્ત થાય તે પહેલા ન્યાય થવો જોઈએ.

Advertisement

આગળ પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણે બધાએ યુક્રેનને સમર્થન આપવું જોઈએ. આપણે એવું વાતાવરણ બનાવવું પડશે કે આપણે એકબીજાના દુશ્મન ન બનીએ. રશિયાએ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે. યુનાઈટેડ નેશન્સે પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે રશિયા સામે લડવામાં અમેરિકાએ યુક્રેનની મદદ કરી છે.

Advertisement

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે, રશિયા તેના ક્ષેત્રની રક્ષા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. પુતિને 300,000 અનામત સૈનિકોની આંશિક તૈનાતીની જાહેરાત કરી હતી. દેશને તેમના સંબોધનમાં, પુતિને પશ્ચિમને ચેતવણી આપી હતી કે રશિયા તેના પ્રદેશની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેશે અને તે ખાલી રેટરિક નથી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે અને પ્રક્રિયા તરત જ શરૂ થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!