29 C
Ahmedabad
Saturday, April 27, 2024

Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ ભેંસોના ટોળા સાથે અથડાઈ, એન્જિનને નુકસાન


વંદે ભારત એક્સપ્રેસ ભેંસોના ટોળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર-મુંબઈ એક્સપ્રેસના કોચને અકસ્માત નડતો નુકસાન થયું છે. વટવા સ્ટેશનથી મણિનગર વચ્ચેની રેલ્વે લાઇન પર ભેંસોનું ટોળું આવવાના કારણે સવારે 11.15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ મુંબઈ અને ગાંધી નગર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 પરથી બપોરે 2 વાગ્યે નીકળી હતી અને સાંજે 7.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચી હતી. રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે આ ઘટનાને કારણે થોડું નુકસાન થયું છે. ટ્રેનના સંચાલન પર કોઈ અસર નથી. ટ્રેન તેના નિર્ધારિત સમય પર ચાલી રહી છે.

Advertisement

વંદે ભારત એક્સપ્રેસ શ્રેષ્ઠ અને પ્લેન જેવો મુસાફરીનો અનુભવ આપે છે. આ સ્વદેશી રીતે વિકસિત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડે છે અને ‘કવચ’ ટેક્નોલોજીથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન છે. આ એક ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ છે જે બે ટ્રેનને અથડાતા અટકાવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!