38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી: એટલાન્ટા મલ્ટીપ્લેક્ષ પરિવારના સેવાભાવી મોભીની પુણ્યતિથિએ દિવ્યાંગ બાળકોને ભોજન સાથે થિયેટરમાં ફિલ્મ દેખાડી


                       અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સેવાભાવી અને સેવાકીય કાર્યોમાં દાનવીર તરીકે જાણીતા કોન્ટ્રાક્ટર પી.એસ.પટેલનું કોરોનાના સંક્રમણમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી સ્વર્ગસ્થ પી.એસ.પટેલની ત્રીજી પુણ્યતિથિએ તેમના પુત્રો દ્વારા સેવાકીય કાર્યોનો રથ આગળ ધપાવી શહેરની બહેરા મૂંગા શાળાના દિવ્યાંગ બાળકોને મિષ્ઠાન સાથે ભોજન પીરસવાની સાથે બાળકોને એટલાન્ટા થિયેટરમાં મનોરંજન મળી રહે તે માટે ફિલ્મ બતાવવામાં આવી હતી દિવ્યાંગ બાળકોએ થિયેટરમાં ફિલ્મ નિહાળી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તેમના બંને પુત્રોઓના સેવાકીય કાર્યની બહેરા મૂંગા શાળાના પરિવાર અને ટ્રસ્ટીઓએ સરાહના કરી હતી 

Advertisement

         એટલાન્ટા મલ્ટીપેક્ષ પરિવારના મોભી પરષોત્તમભાઈ એસ પટેલનું કોરોનામાં નિધન થયું હતું.સેવા ભાવી અને મૃદુ સ્વભાવ ધરાવતા પી એસ પટેલની વિદાયથી પરિવાર તેમજ મિત્ર વર્તુળ હંમેશા તેમના કામોની ઋણી રહ્યું છે. ત્રીજી પુણ્યતિથિએ તેમના પુત્રો પ્રિયાંક પટેલ અને અજય પટેલ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવ્યા હતા.શહેરની  બહેરા મૂંગા શાળાના બાળકોને તેમના પરિવારે ભોજન સાથે આઈસ્ક્રીમ પીરસી હતી લાયન્સ સોસાયટીના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ તેમજ શાળાના સ્ટાફ તથા દિવ્યાંગ આઈ ટી આઈ સ્ટાફ અને  દિવ્યાંગ બાળકોને મિનિ બસ એટલાન્ટા થિયેટરમાં ફિલ્મ બતાવવાની સાથે ઈન્ટરવલમાં પોપકોર્ન અને ફ્રૂટ જ્યુસ આપવામાં આવ્યા હતા દિવ્યાંગ બાળકોના જીવનમાં પ્રથમ વખત ફિલ્મ જોવાનો મોકો મળતાં તેમના ચહેરા પર વિશેષ આનંદ જોવા મળ્યો હતો સ્વ.પરષોત્તમભાઈ પટેલની પુણ્યતિથિએ તેમના સેવા કાર્યને બંને પુત્રો પ્રિયાંક પટેલ તેમજ અજય પટેલે આગળ ધપાવતા શહેરીજનોએ સરાહના કરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!