નીરવ જોશી, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રાજ્યકક્ષાના 7 ઇનોવેશન ફેસ્ટિવમાં શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે કહ્યું કે, ગુણાત્મક શિક્ષણ થકી બાળકોના અભ્યાસમાં નૂતન પરીવર્તન કરવું જરૂરી છે. આ સાથે જ જણાવ્યું કે, રાજ્યના ઇનોવેશન ફેસ્ટિવલ થકી ઇનોવેટીવ શિક્ષકોને શિક્ષણ જગતમાં મોકળુ મેદાન મળ્યું છે.
રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર દ્વારા આયોજિત રાજ્યનો ૭મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ત્રિ-દિવસીય કાર્યક્રમ ઇડર ખાતે યોજાયો હતો.
ત્રિ-દિવસીય ઇનોવેશન કાર્યક્રમના સમાપન પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ સચિવ શ્રી ડૉ. વિનોદ રાવે સંબોધન કરતા જણાવ્યું હતું કે, શાળાનું શિક્ષણ માત્ર વર્ગખંડ પુરૂતુ જ સિમિત ન રહે પરંતુ મૂલ્યવર્ધિત જ્ઞાન અપાય તે જરૂરી છે. બાળકોમાં ગુણાત્મક શિક્ષણ અપાય જેથી જ્ઞાનની સીમાઓનો વિસ્તાર થાય તે હાલના સમયની માંગ છે. સચિવ શ્રીએ શિક્ષણ જગતમાં આવા ઇનોવેટીવ શિક્ષકો દ્વારા થતા નવતર પ્રયોગોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમાં જી. સી. આર. ટી ના નિયામક શ્રી ડૉ. પ્રફુલ જલુએ પ્રોત્સાહક અને પ્રેરક માર્ગદર્શન આપી શિક્ષકોના નવતર પ્રયોગોને શાળાકક્ષા સુધી ન રાખતા સંશોધન સાથે જોડી બળવંત્તર બનાવી વધુ ને વધુ પ્રચાર થાય તે જરૂરી છે. તેમણે આગામી સમયમાં નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 સંદર્ભે ક્રિએટિવ થીંકીંગ અને ક્રિટિકલ થીંકીંગ અંગેના પોતાના અનુભવો શિક્ષકો સમક્ષ મુક્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ૧૬૦ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ગુણાત્મક શિક્ષણ અર્થે રજૂ કરાયેલા ઇનોવેશન માટે ઇનોવેટીવ શિક્ષકોને મોમેન્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.રાજ્ય કક્ષાના ત્રિ-દિવસીય ઇનોવેટીવ ફેસ્ટિવલમાં વિવિધ વિષયની વ્યાખ્યાનશ્રેણી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૦૦૦ થી વધુ શિક્ષકો સહભાગી બન્યા હતા.
આ કાર્યક્રમમાં જી. સી. આ. ટીના રીડર ડૉ. સંજય ત્રિવેદી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ.કે.ટી.પુરણીયા, પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ સમાજના પ્રમુખ ગીરીશભાઈ પટેલ, સિનિયર લેક્ચરર અશ્વિનભાઇ, ડૉ. મદનસિંહ જી. ચૌહાણ, ડૉ. નિષાદ ઓઝા, રાજ્યના જિલ્લાકક્ષાના કો-ઓર્ડીનેટર, ઇડર ડાયટના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.