31 C
Ahmedabad
Saturday, May 11, 2024

અરવલ્લી: મોડાસામાં પ્રજાપતિ સમાજનું અદભૂત, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય પંચમ સન્માન સમારોહ


સમાજના ઉત્કર્ષની મશાલ હાથમાં લઈ સૌના રાહબર બનવું અને સૌને સાથે રાખી કોઈ વિરાટ કાર્યને સફળ બનાવવું એ ધારીએ એટલું સરળ કાર્ય નથી જ. એમ છતાં જો કોઈ વિરાટ કાર્ય નિર્વિગ્ન પૂર્ણ થાય છે તો સમજવું કે એના પાયામાં કોઈની દુરંદેશી અને પ્રચંડ પુરુષાર્થ રહેલો હોય છે.

Advertisement

હા, મોડાસાના આંગણે રવિવારે યોજાયેલ પંચમ સન્માન સમારોહ જાજરમાન રીતે સંપન્ન થયો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ માન. ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, કનુભાઈ મારુ, પ્રિ. જગદીશભાઈ પ્રજાપતિ જેવા મહાનુભાવો સમારોહના આયોજન જોઈ પોતાનો અહોભાવ પ્રગટ કર્યો. કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા સૌ કોઈએ કાર્યક્રમ માણ્યા બાદ સંતોષનો ઓડકાર ખાધો. ખૂબ ઓછા સમયમાં આ કાર્યક્રમને સફળ બનાવવા ઝોન કન્વીનર દિનેશભાઇ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ મનોજભાઈ પ્રજાપતિએ ખૂબ સુંદર નેતૃત્વ પૂરું પાડ્યું. કાર્યક્રમ સમિતિના સૌ કન્વીનરોએ ખભે ખભા મિલાવી સમાજમાં એક હકારાત્મક સંદેશો પહોંચાડ્યો છે.

Advertisement

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અરવલ્લી જિલ્લાની ટીમે પ્રતિપાદિત કરેલા વિશ્વાસના પરિણામે દાતાશ્રીઓ પણ મન મૂકીને વરસ્યા. દાતા શ્રીઓની સમાજ પ્રત્યેની નિષ્ઠા અને ઉમદા ભાવનાને નત મસ્તકે વંદન !

Advertisement

આમંત્રિત મહેમાનશ્રીઓ, સન્માનિત દાતા શ્રીઓ, વિદ્યાર્થીઓ, નવનિયુક્ત અને નિવૃત કર્મચારીશ્રીઓ, ફૌજી એમ કુલ 350 જેટલાં સન્માનનું કામ પહેલી નજરે તો ખૂબ જટિલ જણાતું હતું. પરતું નરેશભાઈની આગવી આવડત અને કુનેહ પૂર્વક આખાય કાર્યક્રમનું સુપેરે સંચાલન કરી વહીવટી સૂઝના દર્શન કરાવ્યા. વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓની માહિતી સંકલિત કરી રૂપરેખા પ્રમાણે આયોજનબદ્ધ ફાઇલ તૈયાર કારવામાં પ્રમેશભાઈ અને તેઓના સુપુત્રએ કરેલી મહેનત કાબિલે દાદ છે.

Advertisement

કાર્યક્રમના કન્વીનર તરીકે અરવિંદભાઈ, રાજુભાઇ, વિનોદભાઈ મહેશભાઈ, રમણભાઈ, દર્શનભાઈ, ધર્મેન્દ્રભાઈ, નરેશભાઈ, ભાસ્કરભાઈ, ભરતભાઇ, જીતુભાઇ આ સર્વે જેઓએ નામ કે માનની પરવા કર્યા વિના, દિવસ રાત જોયા વિના પરિશ્રમ કરી સમારોહને સફળ બનાવ્યો. આપણા સમાજના અગ્રણી ધીરેનભાઈ અને ઈશ્વર ભાઈ (IB)નું માર્ગદર્શ પણ ઉપકારક બની રહ્યું.
સૌ સન્માનિત પ્રતિભાઓ માટે સમાજે કરેલું સન્માન અવિસ્મરણીય બની રહેશે અને પ્રગતિના નવા સોપાનો સર કરવા આ સમારહ પ્રેરણા રૂપ બની રહેશે એમાં કોઈ બમત નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!