37 C
Ahmedabad
Friday, April 26, 2024

જો તમે માયાનગરી મુંબઈ જાવ તો અહીંના મળતા આ પ્રખ્યાત ફૂડને ક્યારેય મિસ ન કરતા


ટ્રાવેલિંગની સાથે સાથે લોકો ખાવા પીવાના પણ શોખીન હોય છે. જો તમે ક્યારેય મુંબઈ જાવ તો અહીંના આ ફેમસ ફૂડને ક્યારેય મિસ ન કરો નહીં તો તમારી મુંબઈની સફર અધૂરી ગણાશે.

Advertisement
કીમા ઘોટાલા નામ ભલે વિચિત્ર લાગે, પરંતુ તે મુંબઈનું પ્રખ્યાત ફૂડ છે. તેમાં ઈંડાનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. શ્રેષ્ઠ કીમા ઘોટાળા કાફે મિલિટરી ફોર્ટમાં ઉપલબ્ધ હોય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. જો તમે મુંબઈ જાઓ છો, તો એકવાર જરૂર ટ્રાય કરો.
ચાઈનીઝ ભેલ 
મુંબઈના સૌથી પ્રખ્યાત ફૂડમાંથી એક છે. તે નૂડલ્સ અને કેટલીક શાકભાજી અને મસાલાઓનું મિશ્રણ છે. નૂડલ્સને તળવામાં આવે છે અને પછી ડુંગળી, ટામેટાં, મરચાં અને શેઝવાન ચટણી ઉમેરીને બનાવવામાં આવે છે. આ ભેલ ખૂબ જ ચપટી છે, જો તમે તેને એકવાર ખાશો તો તમે તેનો સ્વાદ ભૂલી શકશો નહીં.
ફ્રેન્કી
તે બિલકુલ રોલ જેવી દેખાય છે પરંતુ મુંબઈમાં તેને ફ્રેન્કી તરીકે ઓળખવામાં આવે છે. વેજ અને નોન-વેજ બંને વેરાયટી ફ્રેન્કી રોલમાં ઉપલબ્ધ છે. આ ફૂડનું નામ પ્રખ્યાત ક્રિકેટર ફ્રેન્ક વોરેલના નામ પરથી રાખવામાં આવ્યું છે.
બોમ્બિલ
મુંબઈનું ફેમસ ફૂડ છે, મુંબઈ જઈને ના ખાય તો બધું નકામું છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. તે માછલીની વાનગી છે જે મોટાભાગે ગોમંતક અથવા માલવાણી રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે. આમાં માછલીને ક્રિસ્પી તળવામાં આવે છે.
બોમ્બે સેન્ડવિચ 
આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે સફેદ બ્રેડમાં બટેટા, કાકડી ટામેટા, બીટરૂટ, ડુંગળી કેપ્સીકમ ઉમેરીને બનાવવામાં આવે છે. બેસ્ટ બોમ્બે સેન્ડવીચ જો તમારે ખાવાની ઈચ્છા હોય તો તમારે ઝેવિયર્સ કોલેજ, ધોબી તળાવની બહાર સેન્ડવીચ વાલાનું સેન્ડવિચ ટ્રાય કરવું જોઈએ.
પાવભાજી
મુંબઈમાં પ્રિય વાનગી છે. તે ટામેટા, બટેટા, વટાણા, પનીર જેવા ઘણા શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે તેમાં ઘણું બટર નાખવામાં આવે છે અને પાવ સાથે ખાવામાં આવે છે.
દહીં સેવ પુરી ચાટ 
હવે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે પરંતુ મુંબઈની દહીંસેવ પુરી ચાટ કંઈક અલગ જ છે. તમને મુંબઈમાં દરેક કાર્ટ પર આ મળશે. સેવ પુરી એક ચાટ છે જે પુરી, સૂકા બટેટા, ડુંગળી, ચટણીમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સેવ ઉમેરીને

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!