asd
33 C
Ahmedabad
Friday, September 20, 2024

2 લાખ રૂપિયાના સેન્ટીંગ સમાન માટે મહિલાને પહેરેલે કપડે કાઢી મૂકી : દોલપુરની મહિલાના સાબરકાંઠાના દેસાસણ ગામે લગ્ન થયા હતા


ગુજરાતમાં દહેજના દુષણના લીધે અનેક મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની સાથે છૂટાછેડા આપી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે મોડાસા તાલુકાના દોલપુર ગામની યુવતીને સાબરકાંઠાના દેસાસણ ગામના યુવક સાથે લગ્ન થયાના બે વર્ષમાં સેન્ટીંગનો માલસામાન લાવવા બે લાખ રૂપિયાની પતિ અને સાસરિયાઓએ માંગ કરી પહેરેલે કપડે કાઢી મુકતા આ અંગે પરણિતાએ અરવલ્લી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષના 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

મોડાસા તાલુકાની દોલપુર ગામની પીનલબેન અજયભાઇ રાવળના લગ્ન સાબરકાંઠા જીલ્લાના દેસાસણ ગામના અજય બલાભાઇ રાવળ સાથે બે વર્ષ અગાઉ સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા સુખી લગ્ન જીવનના ભાગરૂપે પુત્ર પ્રાપ્ત થયા પછી પુત્રીનો જન્મ થયો હતો મહિલાના પતિ અને સાસરિયાઓએ રંગ બતાવવાનો શરુ કર્યો હતો પતિ અને સાસુ-સસરા અને અન્ય ઘરના સભ્યોએ પીનલ બેનને સેન્ટિંગના ધંધા માટે પિયરમાંથી બે લાખ રૂપિયા લાવવા દબાણ કરી મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી સાત મહિના અગાઉ મહિલાને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકતા દોલપુર પિયરમાં આવી ગઈ હતી પતિ તેમજ સાસરી પક્ષ સુધારી જશે તેવી આશયે સાત મહિના સુધી રાહ જોઈ હતી આખરે મહિલાએ તેના પતિ સહીત સાસરિયા સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યુ હતું અને અરવલ્લી મહિલા પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું
પોલીસે પીનલબેન અજયભાઇ રાવળની ફરિયાદના આધારે અજય બાલા રાવળ (પતિ),બાલા છગન રાવળ (સસરા),દિવાબેન બાલા રાવળ(સાસુ), સૂરજ બાલા રાવળ(જેઠ),કેતલબેન સુરેશ રાવળ (જેઠાણી) તેમજ કાળીબેન જીતુભાઇ રાવળ (નણંદ) સામે ઇપીકો કલમ-498A,323, 504,506(2),114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ 4 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!