1800ની ગ્રાંટ છતાં બાળકો પાસે સફાઈ…!! મોડાસાની મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતા ચકચાર
જીલ્લા પ્રાથમિક શિક્ષાનિધિકારીએ સમગ્ર મામલે ટીપીઓ પાસે અહેવાલ મંગાવ્યો હોવાનું રટણ કર્યું
આવી ઘટનાઓની શિક્ષણ વિભાગ ખૂબ સહજતાથી લે છે કે શું તે સવાલ
સરકાર અનેક અભિયાન કરી બાળકોને શિક્ષણ તરફ દોરી રહ્યું છે જો કે સરકારી શાળાઓમાં બાળકો પાસે શિક્ષણ ઉપરાંત કેટલીક કામગીરી કરાવવામાં આવી રહી છે સરકારના સ્વચ્છ અભિયાનનું પાલન કોઈ સરકારી અધિકારી કે શિક્ષકો તો નથી કરતા પણ બાળકો પાસે ધમકાવી કરાવવામાં આવે છે પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્ડની સાફસફાઈ માટે સરકાર દર મહિને શાળા દીઠ 1800 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં કેટલીક શાળાના આળસુ અને નિર્દયી શિક્ષકો ગ્રાંટ ઉપયોગ કરવાના બદલે શાળામાં અભ્યાસ કરતા માસુમ બાળકો પાસે સાફસફાઈ કરાવતા હોવાની બૂમો વચ્ચે મોડાસા તાલુકાની મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળાના બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવતા વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
મોડાસા તાલુકાની મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે શિક્ષકો સફાઈ અભિયાનના બહાના હેઠળ આખેઆખી શાળાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાની બૂમો ઉઠી છે બંને શાળામાં શાળાના ગણવેશમાં જ બાળકોને હાથમાં સ્લેટ પેનની જગ્યાએ ઝાડુ લઇ શાળા પરિસર અને વર્ગખડમાં સાફ સફાઈ કરવામાં આવી રહી હોવાનો આક્રોશ જાગૃત વાલીઓએ ઠાલવ્યો હતો.
શાળામાં કચરો કાઢવાની સાથે સાથે તેને એકઠો કરી નિકાલ કરવાની પણ જવાબદારી બાળકો પાસે કરાવવામાં આવે છે શાળામાં શિક્ષકો પહોંચી પહેલા શાળાના વર્ગખંડ અને શાળા પરિસર તેમજ શાળાની બહાર પણ બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા આમ માસુમ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનું સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવતા ભારે ખળભળાટી મચી છે