30 C
Ahmedabad
Friday, April 26, 2024

યુપીના આ ગામમાં નથી થતું ‘હોલિકા દહન’, ભગવાન શિવ સાથે છે આનું કનેક્શન


ઉત્તર પ્રદેશના સહારનપુરના એક ગામમાં હોલિકા દહન કરવામાં આવતું નથી. બરસી ગામનું માનવું છે કે જો અહીં હોલિકા દહન કરવામાં આવે તો ભગવાન શિવના ચરણ દાઝી જાય, તેથી અહીં હોલિકા દહન કરવામાં આવતું નથી

Advertisement
ઉત્તર પ્રદેશના સહારનપુરના એક ગામમાં હોલિકા દહન કરવામાં આવતું નથી. બરસી ગામનું માનવું છે કે જો અહીં હોલિકા દહન કરવામાં આવે તો ભગવાન શિવના ચરણ દાઝી જાય, તેથી અહીં હોલિકા દહન કરવામાં આવતું નથી. સ્થાનિક મહિલાઓ હોળીના પર્વ પર હોલિકા દહન કરવા માટે પડોશના ગામમાં જાય છે. બરસીમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે, જે મહાભારત જેટલું જૂનું હોવાનું કહેવાય છે અને આ લોકપ્રિય દંતકથામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisement

શું છે માન્યતા?

Advertisement

માન્યતા અનુસાર, મંદિર કૌરવો અને પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક મતભેદને કારણે, ભીમે તેની ગદાનો ઉપયોગ કર્યો અને મંદિરના પ્રવેશદ્વારની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ બદલી દીધી. આ કારણે લોકો માને છે કે હોલિકાની અગ્નિ પ્રગટાવવાથી ભગવાન શિવના ચરણ દાઝી જાય છે.

Advertisement

‘આ એક પરંપરા છે’

Advertisement

ગામના વડા આદેશ ચૌધરીએ જણાવ્યું કે, “તમામ મહિલાઓ હોલિકા દહન માટે પડોશના ગામ ટિકરોલમાં જાય છે. મને ખબર નથી કે આ ધાર્મિક પરંપરા ક્યારે શરૂ થઈ, પરંતુ તે લાંબા સમયથી આવી રહી છે. તે એક પરંપરા છે અને સીધી રીતે ધાર્મિક ભાવાનાઓ સાથે જોડાયેલી છે. કોઈએ તેને બદલવાનો પ્રયાસ કર્યો નથી. મને નથી લાગતું કે કોઈ આને બદલશે.”

Advertisement

નોંધપાત્ર છે કે, મંગળવારે એટલે કે 07 માર્ચે, દેશના ઘણા સ્થળોએ હોલિકા દહનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હોલિકા દહન અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. હોલિકા દહન બાદ દેશભરમાં રંગો સાથેની હોળી રમવામાં આવશે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!