37 C
Ahmedabad
Saturday, May 18, 2024

ગૃહમાં બોલાતા અસંસદીય શબ્દોને ડીલિટ કરીને વીડિયો ચેનલ પર અપલોડ થશે, ગુજરાત વિધાનસભાની પણ યુ-ટ્યૂબ ચેનલ શરૂ થશે, કન્ટેન્ટ સેન્સર્ડ હશે


અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરી શકાતું હતું, પરંતુ ભૂતકાળની એક ઘટનાને કારણે તત્કાલિન અધ્યક્ષે નિર્ણય લઇને તેમની મંજૂરી સિવાય વિધાનસભાની અંદરની કાર્યવાહીના વીડિયો કે ફોટોગ્રાફ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

ગુજરાત વિધાનસભાની એક યુ- ટ્યુબ ચેનલ શરૂ થવા જઇ રહી છે. ગૃહમાં ચાલતી કાર્યવાહીના વિડીયો આ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, અલબત્ત આ ચેનલ પરના વિડિયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક જ કાર્યવાહીના વિડીયો તે પણ સંકલન કરીને મૂકવામાં આવશે. ઘણી વાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન સભ્યો બિનસંસદીય શબ્દોનો પોતાના ભાષણમાં ઉપયોગ કરે છે, તેથી આવાં શબ્દોને અધ્યક્ષ વિધાનસભાના રેકર્ડ પરથી દૂર કરાવે છે. આ શબ્દો વિડીયો સ્વરૂપે જાહેરમાં પ્રસારિત તે માટે વિધાનસભાની કાર્યવાહીના વિડીયોનું સંકલન કરીને તેને પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે આ ચેનલનું વિધિવત્ રીતે લોંચિંગ કરાવશે અને આ ચેનલની લિંક ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પણ પર મૂકવામાં આવશે.

Advertisement

જેમાં તમામ ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાએ પોતાની વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મૂકાય તેવું નક્કી કર્યું છે. અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરી શકાતું હતું, પરંતુ ભૂતકાળની એક ઘટનાને કારણે તત્કાલિન અધ્યક્ષે નિર્ણય લઇને તેમની મંજૂરી સિવાય વિધાનસભાની અંદરની કાર્યવાહીના વીડિયો કે ફોટોગ્રાફ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે માત્ર બજેટના દિવસે નાણામંત્રીનું નિવેદન જ લાઇવ કરી શકાય છે, જો કે વિધાનસભાના મકાનમાં મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્ય દંડકના કાર્યાલય અને સમાચાર માધ્યમોના કક્ષમાં મૂકાયેલા ટીવી થકી લાઇવ કાર્યવાહી જોઇ શકાય છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!