33 C
Ahmedabad
Sunday, May 5, 2024

રાજ્યની જેલોમાં થયેલા સર્ચ ઓપરેશનનો રીપોર્ટ ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સોંપ્યો, લેવાઈ શકે છે કોઈ નિર્ણય


આ તપાસ શંકાના આધારે કરાઈ હતી ત્યારે તેમાં 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

રાજ્યની જેલોમાં થયેલા સર્ચ ઓપરેશન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં માદક પદાર્થો અને મોબાઈલ સહીતની પ્રતિબંધીત સામગ્રી મળી આવી છે જેથી આ મામલે નિર્ણય લેવાઈ શકે છે. આ પ્રકારના પ્રતિબંધિત સામાન કેવી રીતે કોના થકી લાવવામાં આવતો હતો એ બાબતની પણ તપાસ થતા કર્મચારીઓ પર તવાઈ આવી શકે છે.

Advertisement

17 જેલમાં 1700થી વધુ પોલીસ કર્મીઓએ કરેલા સર્ચ ઓપરેશનનો આ રીપોર્ટ સીએમ સુધી પહોંચતો કરવામાં આવ્યો છે.  જેલના કેટલાક અધિકારીઓ, કર્મચારી પર આ મામલે આફત આવી શકે છે. દોષિતોને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા આ મામલે લેવાઈ શકે છે. ગુજરાતની જેલમાં મોટું ઓપરેશન હાથ ધરાયું હતું તેની તમામ પળે પળની માહિતી સાથેનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ તપાસ શંકાના આધારે કરાઈ હતી ત્યારે તેમાં 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

Advertisement

મુખ્યમંત્રીએ પણ કર્યું હતું નિરીક્ષણ
ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું ત્યાર બાદ આ મામલે સીએમ તરફથી તમામ બાબતોને લઈને રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેમાં મેગા સર્ચ ઓપરેશનમાં રાજ્યભરની મોટી જેલોમાં વીડિયો સાથે હાથ ધરાયેલા ઓપરેશનમાં વધુ વિગતો સામે આવી શકે છે. આ મામલે કોઈ નિર્ણય પણ રાજ્ય સરકાર તરફથી લેવામાં આવી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!