38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

મચ્છરોના ત્રાસથી છૂટકારો મેળવવા ઘરમાં લગાવો આ Plant, નહિં તો બીમારીને મળશે આમંત્રણ


ગરમીની શરૂઆત થતાની સાથે જ મચ્છરોનો આતંક પણ ખૂબ વધી ગયો છે. બદલાતા વાતાવરણમાં મચ્છરો ત્રાસથી લોકો કંટાળી જતા હોય છે. આ મચ્છરોને કારણે અનેક રોગો થવાના શરૂ થઇ જાય છે. આ માટે આ સિઝનમાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો ઘરમાં નાના બાળકો હોય તો ઘરમાં મચ્છરોનો સ્પ્રે નાંખવો પણ મુસીબતનું કામ છે. પણ જો તમે આ છોડ તમારા ઘરમાં વાવો છો તો તમે સરળતાથી મચ્છરોમાંથી છૂટકારો મેળવી શકો છો.

Advertisement

લેવેન્ડરનો છોડ

Advertisement

જો તમે લેવેન્ડરનો છોડ ઘરમાં રોપો છો તો તમે મચ્છરોના ત્રાસથી બચી શકો છો. આ છોડની સુગંધ મચ્છરો દૂર રહે છે.

Advertisement

સૂર્યમુખીનો છોડ

Advertisement

સૂર્યમુખીના ફુલ જોતાની સાથે જ અનેક લોકોને ગમી જાય છે. આ ફુલ દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે. આ ફુલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. આ ફુલની સુગંધથી મચ્છરો દૂર રહે છે અને સાથે તમારું ઘર સુગંધિત પણ રહે છે. આ માટે તમે સૂર્યમુખીનો છોડ તમારા ઘરના આંગણામાં અથવા મુખ્ય પ્રવેશ દ્રારની  પાસે રાખો.

Advertisement

સિટ્રોનેલા

Advertisement

સિટ્રોનેલા છોડની સુગંધ મચ્છરોને દૂર ભગાડવામાં મદદરૂપ બને છે. આ છોડને તમે એ જગ્યા પર લગાવો જ્યાં સીધો તડકો આવતો હોય. આ છોડને સૂર્યપ્રકાશની જરૂરિયાત વધારે હોય છે.

Advertisement

કટનીપ

Advertisement

કટનીપની દેખરેખ કરવી ખૂબ સરળ છે. આ છોડ તમે સરળતાથી ઘરે રોપી શકો છો કારણકે આ છોડની દેખભાળ બહુ કરવી પડતી નથી. સંશોધન અનુસાર આ છોડ મચ્છરો અને કીટનાશકોને દૂર રાખવા માટે DTIની તુલનામાં ખૂબ પ્રભાવિત માનવામાં આવે છે.

Advertisement

રોજમેરી

Advertisement

રોજમેરી એક એવી જડી બુટ્ટી છે જેની સુગંધથી મચ્છરો અને કીટનાશકો દૂર ભાગે છે. આ સાથે જ રોજમેરી છોડ ઘરની શોભા વધારે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!