34 C
Ahmedabad
Friday, May 17, 2024

Paper Leak મામલે દલાલોના ચંગુલમાં ફસ્યા ઉમેદવારો, યુવતીઓ સહિત 30 ઉમેદવારોને ઝડપી પાડતી ગુજરાત ATS


Advertisement

ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ ઘટી રહી છે પણ હવે સરકાર આ બાબતે ગંભીરતા દાખવી રહી હોય તેવું લાગે છે અને આ માટે જ તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો હતો અને પેપર લીક કાંડમાં દલાલો પાસેથી પેપર ખરીદનાર 30 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. 29-01-2022 ના રોજ લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું, જેને લઇને પોલિસે તપાસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી હતી ત્યારે દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી વગેરે જિલ્લાઓમાંથી પેપર ખરીદી કરનાર પરીક્ષાર્થીઓ એટીએસના સકંજામાં આવી ગયા છે. ખોટી રીતે પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવવાના દીવા સ્વપ્ન જોનારા ઉમેદવારોના સપના રોળાઈ ગયા છે.

Advertisement

Advertisement

ખોટી રીતે પરીક્ષા પાસ થવા માટે શું કર્યું 30 ઉમેદવારોએ તે વાંચો
જુનિયર ક્લાર્કના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરી વડોદરા ખાતેની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ પર પોલિસના દરોડા દરમિયાન ઓફિસમાંથી અન્ય કેટલાક દલાલો તેમજ પરીક્ષાર્થીઓની વિગતો મળી હતી, જેમાં 29-01-2022 ના રોજ યોજાયેલી જુનિયર ક્લાર્ક ની પરીક્ષાની વિગતો, કોલ લેટર, કોરા ચેક, અસલ પ્રમાણ પત્રો સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ ખાતેથી પરીક્ષાર્થીઓને આગલી રાત્રે પરીક્ષામાં પુછાનાર પ્રશ્નો આપવાના હતા, જેના બદલામાં પેપર લીકના આરોપીઓને 12 થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીની વડોદરા સ્થિત ઓફિસેથી પરીક્ષાર્થીઓના પ્રમાણ પત્રો સહિત ના દસ્તાવેજોના આધારે ગુજરાત એટીએસએ 30 આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

પેપર લીકની ઘટનામાં અરવલ્લી જિલ્લાના 4 ઉમેદવારોની ગુજરાત એટીએસ એ ધરપકડ કરી છે, જેમાં મોડાસા નો એક, બાયડના 2 જ્યારે ધનસુરા તાલુકાનો 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!