43 C
Ahmedabad
Saturday, May 25, 2024

અરવલ્લી : મોડાસા UGVCL કચેરીમાં અનુ.જાતિ કોન્ટ્રાકટર યુવક સામે વીજકર્મી બેફામ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી હડધૂત કર્યો


કિડનીની ગંભીર બીમારીથી પીડાતા કોન્ટ્રાકટ યુવકના વાહન સપ્લાયના બિલ અટવાતા સારવાર માટે પૈસાની જરૂર પડતા બિલ પાસ કરવાની માંગ કરતા વીજકર્મી ધર્મેન્દ્ર ભટ્ટ ઉશ્કેરાઈ જાતિગત અપશબ્દો બોલ્યો
મોડાસા વીજકર્મી ધર્મેન્દ્ર ભટ્ટ જાતિગત માનસિકતાથી પીડાતો હોય તેમ કોન્ટ્રાકટર યુવકને તમારા થી કોન્ટ્રાકટરનો ધંધો ન કરાય સઉકાર જ કરે કહીં યુવકને હડધૂત કર્યો
વીજકર્મી ધર્મેન્દ્ર બળવંતરાય ભટ્ટ માથાભારે શખ્સ હોવાનો યુવકનો આક્ષેપ

21મી સદીના ડિજિટલ યુગમાં હજુ પણ કહેવાતા સભ્ય સમાજના કેટલાક લોકોની માનસિક સ્થિતી દરિદ્ર જોવા મળી રહી છે રાજ્યમાં છાસવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને હડધૂત કરવામાં આવતા હોવાની ઘટનાઓ બનતી રહે છે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં વાહન સપ્લાયનો કોન્ટ્રાકટર યુવક પણ જાતિગત ભેદભાવનો ભોગ બન્યો છે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કહેવાતા સભ્ય સમાજના હલકી માનસિકતાથી પીડાતા વીજકર્મીએ અનુ.જાતિ સમાજના યુવક કોન્ટ્રાકટરના બિલ પાસ કરવા અંગે બેફામ વાણી વિલાસ કરી જાતિગત હડધૂત કરતા યુવક સમસમી ઉઠ્યો હતો અને વીજકર્મી સામે ફરિયાદ નોંધવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી

Advertisement

મોડાસા તાલુકાના માથાસુલીયા ગામનો કૌશિક મહેન્દ્રભાઈ સુતરીયા નામનો યુવક મોડાસા યુજીવીસીએલ કચેરીમાં વાહન સપ્લાય કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે યુવકનું વર્ષ-2021નું બિલ અગમ્ય કારણોસર વીજકચેરી દ્વારા અટકાવી નાણાં ચૂકવ્યા નથી કૌશિક સુતરીયા કિડનીની ગંભીર બીમારીથી પીડાતો હોવાથી સારવાર કરાવવા પૈસાની જરૂરિયાત ઉભી થતા યુવકે બીલ ચૂકવવા હિંમતનગર સર્કલ ઓફિસમાં અરજી કરતા ગુરુવારે કૌશિક સુતરીયાને ઓફિસમાં બોલાવતા ઓફિસમાં પહોંચ્યો હતો અને એકાઉન્ટ કર્મી સાથે વાત કરતો હતો ત્યારે બાજુની રૂમમાં ફરજ બજાવતો ધર્મેન્દ્ર બળવંતરાય ભટ્ટ અચાનક માનસિક સંતુલન ગુમાવી કોન્ટ્રાકટર યુવકને જાતિગત અપશબ્દોનો મારો ચલાવી તમે આ ધંધો ના કરી શકો આ ધંધો સઉકાર લોકોનો ધંધો છે કહીં બેફામ ગાળો બોલતા યુવક ચોકી ઉઠ્યો હતો અન્ય કર્મીઓએ સમગ્ર મામલો થાળે પાડવા છતાં ધર્મેન્દ્ર ભટ્ટે તારા થી થાય એ કરી લેજે કહી જોઈ લેવાની ધમકી આપતા માથાભારે વીજકર્મીથી યુવક ગભરાઈ ગયો હતો અને વીજકર્મી અગાઉ પણ માનસિક જાતિગત ભેદભાવ રાખી બિલ અંગે સતત ટોર્ચર કરતો હોવાથી વીજકર્મી ધર્મેન્દ્ર ભટ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે મોડાસા ટાઉન પીઆઈને અરજી આપી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!