જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Advertisement
CRPFના સહાયક કમાન્ડન્ટ અશોક ચૌધરીએ જણાવ્યું કે CRPF, પોલીસ અને અન્ય ટીમો અહીં છે. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મૃતદેહોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બસની નીચે કોઈ ફસાયું છે કે કેમ તે જોવા માટે અહીં ક્રેન લાવવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
Advertisement
Advertisement