#IPL2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સોમવારે મોડી રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટાઈટલ મેચ રમાઈ હતી. આ મેચમાં CSKએ શાનદાર પ્રદર્શન કર્યું અને છેલ્લા બોલે જીત મેળવી. ટીમના કેપ્ટન એમએસ ધોની માટે આ છઠ્ઠી IPL ટ્રોફી હતી. ત્યારબાદ તેમણે નિવૃત્તિ અંગેની અટકળોનો અંત લાવ્યો અને વધુ એક વર્ષ રમવાની ઈચ્છા વ્યક્ત કરી.
ધોનીએ સંન્યાસને લઈને કર્યો મોટો ખુલાસો
IPL 2023 ની શરૂઆત પહેલા જ, અટકળો વહેતી થઈ હતી કે આ CSK સુકાની એમએસ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. તે પોતે પણ ઘણી વખત આ અંગે ઈશારો કરતો જોવા મળ્યો હતો. કારણ કે તે તેની છેલ્લી સીઝન હતી, ચાહકો દરેક મેચમાં તેને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. જો કે હવે ધોનીએ પોતાના ફેન્સ માટે એક સારા સમાચાર આપ્યા છે.
મેચ બાદ ધોનીએ કહ્યું, “સંજોગોને જોતા, મારા માટે સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે.” મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું અત્યારે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરવી અને પાછા આવીને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે.
તેમણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ. આ મારી કરિયરનો છેલ્લો તબક્કો છે, તે અહીંથી શરૂ થયો હતો અને આખું સ્ટેડિયમ મારા નામનો જપ કરી રહ્યું હતું, ચેન્નાઈમાં પણ આવું થયું, પરંતુ હું પાછો આવીશ અને મારાથી બને એટલું રમીશ.