38 C
Ahmedabad
Wednesday, June 12, 2024

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુથ ચેરમેન સ્વ.પ્રો.ડૉ વસંતભાઈ ધોળુ ને રક્તાંજલી કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ રક્તદાતા નું જાયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન


 

Advertisement

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના યુથ ચેરમેન તેમજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પ્રો.ડૉ. વસંતભાઈ અરજણભાઈ ધોળુ ચક્ષુ દાતા ની આકસ્મિક વિદાય થતા સમગ્ર સમાજ ઘેરા શોક માં ડૂબી ગયો છે તેમણે સમાજની સનાતન એકતા અને ગૌરવ માટે રાત દિવસ એક કરી પોતાનું લોહી રેડીને સમાજને એક કરવા નું ભગીરથ કાર્ય કર્યું છે પ્રો.ડૉ.વસંતભાઈ એ સમાજ માટે જે જે કાર્યો કર્યા છે તેનું ઋણ ચૂકવવા આજે તલોદ ટ્રેનિટી સ્કૂલમાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ – મહિલા સંઘ તેમજ સાબરકાંઠા – અરવલ્લી ઝોન અને રીજીયન દ્વારા પ્રાર્થના સભા તેમજ બેસણું રાખેલ તેમાં આ વિરલ પ્રો.ડૉ.વસંતભાઈ ધોળુ ને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તાંજલી કાર્યક્રમ અનુક્રમે ટીમ યુવાસંઘ સાબર રીજીયન દ્વારા રામાણી બ્લડ બેન્ક મોડાસા તેમજ જાયન્ટ્સ મોડાસા સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તાંજલી બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 309 વ્યક્તિઓ એ બ્લડ ડોનેશન કરી પ્રો.ડૉ.વસંતભાઈ ધોળુ ને શ્રદ્ધાંજલિ આપી હતી આ તમામ રક્તદાન થેલેસેમીયા પીડીત ને નિઃશુલ્ક તેમજ જરૂરીયાત મંદ ગરીબ દર્દીઓને રાહત દરે આપવામાં આવશે તેમ રામાણી બ્લડ બેન્ક ના માલિક નવીનભાઈ રામાણી એ જણાવ્યું હતું કેમ્પમાં બ્લડ ડોનેશન સાથે બ્લડ ગ્રુપ ચેકઅપનો પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 42 લોકોએ બ્લડ ગ્રુપ ચેકઅપ કરાવ્યું હતું રક્તદાતા ઓને જાયન્ટ્સ મોડાસા દ્વારા રક્તદાતા સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ- મહિલા સંઘ ટીમ યુવાસંઘ સાબર રીજીયન રામાણી બ્લડ બેન્ક મોડાસા તેમજ જાયન્ટ્સ મોડાસા દ્વારા કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!