asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

અરવલ્લી : પ્રાથમિક શિક્ષિકાને લગ્નની લાલચ આપી પરણિત યુવકે શારીરિક શોષણ કરી લાખ્ખો રૂપિયા પડાવી લેતા 7 સામે ફરિયાદ


 

Advertisement

પીડિત શિક્ષિકાએ પરણિત યુવક અને તેની પત્ની-માતા,ભાઈ સહીત લંપટને મદદ કરનાર 4 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

Advertisement

શિક્ષિકાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શિક્ષણ આલમમાં હડકંપ મચ્યો, હાલ શિક્ષિકા અન્ય જીલ્લામાં ફરજ બજાવે છે

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી અને હાલ અન્ય જીલ્લામાં ફરજ બજાવતી શિક્ષિકાએ મોડાસા શહેરમાં રહેતા પરણિત યુવકે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક શોષણ કરી લગ્ન નહીં કરતા તેના એક મિત્રએ સમાધાન કરવાના નામે 21 લાખથી વધુની માતબર રકમ પડાવી લઇ તેમજ શિક્ષિકાને લોન કરી આપી કમિશન લેનારા શિક્ષક સહીત પરણિત યુવકની પત્ની અને માતાએ એક બીજાની મદદગારી કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરી હડધૂત કરી શિક્ષિકા સાથે આબાદ છેતરપિંડી થતા શિક્ષિકાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બે મહિલા સહીત 7 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી અને હાલ અન્ય જીલ્લામાં બદલી કરાવેલ પ્રાથમિક શિક્ષિકા સાથે મોડાસા શહેરમાં રહેતા સત્યવાન રસિકભાઈ પટેલ નામના પરણિત યુવકે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાની સાથે હુમલો કરી 23 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધા પછી 18 લાખ રૂપિયા પરત આપી દઈ 5 લાખ રૂપિયા પરત નહિ આપતા તેના મિત્ર ધીમંત વિઠ્ઠલભાઈ પટેલે સમાધાન કરાવી આપવાના બહાને પીડિત શિક્ષિકા પાસેથી 21 લાખ રૂપિયા ખંખેરી લઇ તેમજ મહિલા શિક્ષિકાને ઝડપથી લોન આપવાનું કહી મહેન્દ્ર કોદર પટેલ અને આશિષ અનિલ પટેલ નામના શખ્સે કમિશન લીધું હોવાનો આક્ષેપ કરી સત્યવાન પટેલની પત્ની અમિષાબેન સત્યવાન પટેલ તેની માતા સુધાબેન રસિક લાલ પટેલ અને તેના ભાઇ ગોપાલ પટેલે એક બીજાની મદદગારી કરી પીડિત શિક્ષિકાને ટેલિફોનિક અને રૂબરૂ બિભસ્ત ગાળો બોલી હડધૂત કરી જાતિ વિષયક અપમાન જનક શબ્દનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી છે

Advertisement

મોડાસા ટાઉન પોલીસે પ્રાથમિક શિક્ષિકાએ 1)સત્યવાન રસિકલાલ પટેલ,2)અમિષાબેન સત્યવાન પટેલ,૩)સુધાબેન રસિકલાલ પટેલ,4)ગોપાલ રસિકલાલ પટેલ,5)ધીમંત વિઠ્ઠલભાઈ પટેલ,6)મહેન્દ્ર કોદર પટેલ અને 7)આશિષ અનિલ પટેલ સામે એટ્રોસિટી સહીત અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!