37 C
Ahmedabad
Sunday, May 5, 2024

ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ગાડીમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યો, રિક્ષા ઝાડ સાથે ટકરાતા 3 ઈજાગ્રસ્ત


રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે કોઈક ને કોઈ રીતે બનતી હોય છે અને આવા સમયે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્તો માટે દેવદૂત બનીને આવી જાય છે અને મદદ કરતા હોય છે. બસ આવું જ કંઈક અરવલ્લી જિલ્લામાં બન્યું હતું. અહીં એક પેસેન્જર રિક્ષા ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી બાજુ મદદ માટે સ્થાનિક લોકોએ પ્રયાસો કર્યા હતા, એટલીવારમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અણિયોર ગામની મુલાકાતેથી પરત આ જ રસ્તેથી ફરી રહ્યા હતા તેવામાં ડુઘરવાડા નજીક અકસ્માત થયો હોવાનું માલૂમ તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને ડ્રાઈવર તેમજ કમાન્ડોની મદદથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને ગાડીમાં બેસાડીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અણિયોર ગ્રામ પંચાયતની મુલાકાત કરીને મોડાસા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જિલ્લા કલેક્ટરે એક રિક્ષા ઝાડ સાથે ટકરાયેલી જોઈ અને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલા હતા. જિલ્લા કલેક્ટરે તુરંત તેમની કાર થંભાવી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તેમની કારમાં સવાર કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સુધી ઈજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર શરૂ ન થઈ ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહી તબિબો સાથે પણ સંપર્કમાં રહ્યા હતા.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ શનિવારના દિવસે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની કોલ સેન્ટર નો નંબર તકનિકી કારણોસર લાગી શકતો નહોતો, જેને લઇને એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હતી, સ્થાનિક લોકોએ કોલ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પણ કોલ ન લાગવાને કારણે થોડી સમસ્યાઓ ઉદભવી હતી, પણ 108 એમ્બ્યુલન્સની ટીમને સ્થાનિક લોકોએ સીધો જ સંપર્ક કરતા 108 ની ટીમ ત્યાં પહોંચી હતી અને અન્ય 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા લાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!