42 C
Ahmedabad
Friday, May 24, 2024

મોડાસા ની બી -કનઈ ઈગ્લીશ મિડીયમ સ્કૂલ મા 5 દિવસીય કૌશલ્ય સમર કેમ્પ યોજાઈ ગયો


Advertisement

સમર કેમ્પમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8નાં વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક, સામાજિક, માનસિક અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય તે હેતુ થી સમરકેમ્પમાં વિશિષ્ઠ પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્યત્વે મેડિટેશન,માટી દ્વારા રમકડાં નિર્માણ,પ્રકૃતિનાં જતન હેતુ વૃક્ષારોપણ,ઘોડસવારી,આર્ટ એન્ડ ક્રાફ્ટ,પરંપરાગત રમતો,સ્કેટિંગ, ઝુંબા ડાન્સ,ફાર્મ ટ્રીપ,વેસ્ટ માંથી બેસ્ટ,મહેંદી, મેક અપ સ્ટુડિયો,સુથારી કામ,હાથ સિલાઈ,પ્લમ્બિંગ વગેરે વિવિધ ભાતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ સમર કેમ્પ નો મુખ્ય ઉદ્દેશ બાળકો પોતાનામાં રહેલી વિવિધ શક્તિઓ જાણી શકે અને તેનો ઉપયોગ કરતા થાય. વધુમાં વેકેશન ની રજાઓની સાથે સાથે અવનવી સ્કીલ ડેવલોપમેન્ટ પણ થાય.

Advertisement

Advertisement

આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી બિપીનભાઈ સાહેબ તથા મંડળનાં મંત્રી શ્રી નિખિલભાઈ, ધીરેન ભાઈ, કે. કે શાહ સાહેબ તથા ઊર્મિલ ભાઈ સાહેબે પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી બાળકોનાં સર્વગી વિકાસમાં આ પ્રકારનાં સમર કેમ્પનું યોગદાન વિશે વિશેષ સમજ આપી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી. ઉપાધ્યાય સાહેબશ્રી તથા શાળાના આચાર્યશ્રી કુંદનસિંહ જોદ્ધા સાહેબ એ સતત સાથે રહીને કાર્યક્રમ ભાગ લઇ રહેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાળ્યું હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કાર્યક્રમનું સંચાલન સમગ્ર બી – કનઈ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!