41 C
Ahmedabad
Saturday, May 25, 2024

અરવલ્લી : શાળા પ્રવેશોત્સવમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું “કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય”


મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ
ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળામાં પ્રવેશ અપાયો
વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 45 બાળકોએ પ્રવેશ મેળવ્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં ૪૫ જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના દુરદેશી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આ અભૂતપૂર્વ વિચાર થકી શિક્ષા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે. શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણાં ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.

Advertisement

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!