અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેલ્યો ૧ પ્રા શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના માર્ગ પરિવહન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષ સ્થાને યોજાયો નિવૃત્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હાથીભાઈ તેમજ લીંબોદરા સી.આર.સી રણજીતભાઇ પણ ઉપસ્થિત રહ્યા એસ.એમ.સી ના સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા શાળાના આચાર્ય નલીનભાઇ પટેલ દ્વારા શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું નવીન પ્રવેશ મેળવતા બાળકોને તિલક ચાંદલો કરી દફતર આપી પ્રવેશ આપવામાં આવ્યો કુલ ૨૫ નવીન બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક વિનોદભાઈ અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું નવીન અધતન કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું બેલ્યો ક્લસ્ટરના સી.આર સી સમીરભાઈ દ્વારા ક્લસ્ટર રિવ્યૂ બેઠક યોજવામાં આવી આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો કાર્યક્રમની આભારવિધિ અરવિંદભાઈ દ્વારા કરવામાં આવી એકંદરે કાર્યક્રમને સફળ જાહેર કરવામાં આવ્યો