અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાની વિવિધ શાળાઓમાં પણ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મોડાસા તાલુકાની સર્વોદયનગર પ્રાથમિક શાળામાં બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધોરણ -1 માં 7 માં 60 બાળકને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પ્રવેશ પાત્ર તમામ બાળકોને દફ્તરની કીટ દાતા અતુલભાઈ પંડ્યા તરફથી આપવામાં આવી. આ પ્રસંદે દાતાઓ નું સન્માન શાળા પરિવાર વતી કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સર્વોદયનગરની પ્રાથમિક શાળામાં નવીન સ્માર્ટ વર્ગ ફાળવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ધાટન મોડાસા નગર પાલિકા બાંધકામ સમિતીના ચેરમેન આશિષભાઈ ચૌધરી અને જસુમતીબેન પૂર્વ શિક્ષક ના હસ્તે કરવામાં આવ્યું હતું. નવીન ડિજિટલ વર્ગના ઉપયોગ વિષે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા મહેમાનોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.સી. ના સભ્યો અને વાલી એ હાજર રહી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.