asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

અરવલ્લી કલેકટર પ્રશસ્તિ પારીકે જમીન પર બેસી બાળકો સાથે મધ્યાહ્ન ભોજન લીધું, મધ્યાહ્ન ભોજનની ક્વોલિટી પણ ચેક કરી


હાલ સમગ્ર રાજ્યમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી-2023 મહોત્સવ ચાલી રહ્યો છે અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે મોડાસા તાલુકાના અમલાઈ ટાડા પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધો-1ના બાળકોને શાળામાં પ્રવેશ આપ્યા બાદ શાળામાં ચાલતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે તથા અન્યોને પ્રેરણા મળે તે માટે બાળકો સાથે જમીન પર બેસી ભોજન લીધું હતું જીલ્લા કલેકટરે સામાન્ય બાળકની જેમ મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરતા ઉપસ્થિત અન્ય અધિકારીઓ અને શાળા પરિવારના શિક્ષકો અને સમગ્ર સમાજમાં પ્રેરણાદાઈ બન્યું છે

Advertisement

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક ચાર્જ સંભાળતાની સાથે જીલ્લાની સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશન સહીત ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઇ સિસ્ટમને ઠીક કરવા અને પ્રજાલક્ષી બદલાવ લાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે અમલાઈ ટાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ પૂર્ણ થયા બાદ બાળકો સાથે મધ્યાહ્ન ભોજન લઇ મધ્યહન ભોજન અંગે ચકાસણી કરી બાળકોને શાળામાં મળતા ભોજન અંગે બાળકો સાથે સહજ ભાવે ચર્ચા કરી હતી. બાળકોને મધ્યહન ભોજનમાં શું-શું મળે છે અને ભોજન કેવું મળે છે. તે અંગે જિલ્લા કલેક્ટરએ પૂછપરછ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!