વિજયનગર તાલુકામાં 126 પ્રાથમિક શાળાઓમાં 150 બાળકોને બાલવાટિકામાં 1050 બાળકોને તથા આંગણવાડીમાં 1280 બાળકોને પ્રવેશ અપાયો
વિજયનગર તાલુકામાં 126 પ્રાથમિક શાળાઓમાં 150 બાળકોને , બાલવાટિકામાં 1050 બાળકોને તથા આંગણવાડીમાં 1280 બાળકોને મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર,આઇએએસ સંજયનંદન, કલેકટર દવે ,જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરી તથા અન્ય અધિકારીઓ ની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.નિપુણ ભારત મિશન અંતર્ગત પાયાની સાક્ષરતા માટે ધોરણ 1 થી 3 ના બાળકોનું સમજ સાથેનું વાંચન અને શબ્દભંડોળ વધે તે માટે ગુજરાત રાજ્યએ સૌપ્રથમ એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં ધોરણ એક થી ત્રણની અધ્યયન નિષ્પત્તિ ધ્યાને લઈ ગુજરાતી,હિન્દી અને અંગ્રેજીમાં તેમજ ચિત્ર સાથેની 24 બોર્ડ બુકનું એક સેટ તૈયાર કરી શિક્ષકશ્રીને અર્પણ કરવામાં આવ્યો છે
નેશનલ એજ્યુકેશન એજ્યુકેશન પોલીસી 2020 ને ઘ્યાને લઈ પ્રથમવાર આ મુજબના સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. આ વખતે જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળકો છે ત્યાં મહા મહાનુભાવના હસ્તે શાળાને બ્રેલકીટ આપવામાં આવી છે. માન્ય વડાપ્રધાનશ્રી દિવ્યાંગ બાળકો માટે અતિ સંવેદશીલ છે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાયાના શિક્ષણ માટે એક નવી પહેલ તરીકે વિવિધ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અંક કાર્ડ,શબ્દ કાર્ડ,ગુજરાતી ગણિત પર્યાવરણ વાંચન માટે વિશેષ સચિત્ર બાળપોથી ભાગ એક અને ભાગ બે ચિત્ર આધારિત વાંચન બુક 19 આમ પ્રજ્ઞાચક્ષુ બાળકોના અભ્યાસ માટે આજે યોજાયેલ પ્રવેશોત્સવ-૨૦૨૩માં આ બ્રેલકીટ અર્પણ કરવામાં. આ ઉપરાંત નિપુણ ભારત મિશન અંતર્ગત શાળાઓની સંગીતના સાધનો ખરીદવા માટેની ગ્રાન્ટ આપવામાં આવેલી જે પૈકી જે શાળાઓએ આ સાધનોની ખરીદી કરેલ છે એ સાધનો બાળકો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું પણ અધિકારીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.આ સાથે રૂટ ઉ૫ર સામેલ શાળાઓમાં જ્ઞાનકુંજ અને ટ્રાન્સપોટેશન સુવિઘાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.