મોડાસા શહેરમાં અષાઢી બીજ 20 જૂનના રોજ મંગળવારે યોજાનાર 41મી ભવ્ય રથયાત્રા નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટાઉન પીઆઈ અને જીલ્લા એલસીબી પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રા ઉત્સવ સમિતિના સદસ્યો,તાજીયા કમિટી અને શહેરના હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર રથયાત્રા શાંતિપૂર્ણ યોજાય તે માટે સંવેદનશીલ છે અને મોડાસા શહેરમાં યોજાતી ભવ્ય રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ન થાય તેની તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હોવાનું જણાવી પોલીસતંત્ર રથયાત્રા સમિતિના સદસ્યોના સ્વયંસેવકો સાથે સંકલનમાં રહી રથયાત્રા તેના નિયત રૂટ પરથી શાંતિપૂર્ણ માહોલમાં ઉલ્લાસ પૂર્વક પસાર થાય અને નિજમંદિરે સમયસર પરત ફરે તે અંગે વિશેષ ચર્ચા કરી હતી
શાંતિસમીતિની બેઠકમાં રથયાત્રા ઉત્સવ સમિતિના ભરતભાઈ ભાવસાર,દિલીપભાઈ ભાવસાર, જયેશભાઈ ભાવસાર,ચંદ્રેશ ગાંધી સંજય ભાવસાર,અતુલ ભાવસાર અને રથયાત્રા ઉત્સવ કમિટીના સદસ્યો,સરકારી તાજીયા કમિટી ઝાકીરભાઈ બેલીમ, શબ્બીરભાઈ બેલીમ, ઇકબાલભાઈ ચિસ્તી,કસ્બાના અગ્રણીઓ યુનુસ મલેક અને કોર્પોરેટર લાલાભાઇ વાયરમેન સહીત મોટી સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા કટિબદ્ધતા દર્શાવી હતી