કેન્દ્ર સરકારની કેટલીય યોજનાઓ હોય છે કે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ પણ એક વીમો એવો છે કે, જેનાથી કોઈપણ સમયે આકસ્મિત ઘટનામાં પરિવારજનોને દસ લાખ રૂપિયાની સહાય મળી શકે છે. આવી જ એક સહાય અરવલ્લી જિલ્લાના લાભાર્થીને મળતા આર્થિક ટેકો થયો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રડોદરા પંથકમાં એક ખેડૂત પરિવારને આર્થિક સહાય મળી છે. કેન્દ્ર સરકારના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા દુર્ઘટના મૃત્યુમાં 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ઈન્ડિયા પૉસ્ટ પેમેન્ટ બેંકની પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા આ સહાય ખેડૂત પરિવારને આપવામાં આવી છે. બાયડ તાલુકાના રાજેશભાઈ ના પિતા નું વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું. રાજેશભાઇના પિતાએ પોસ્ટ ઓફિસમાંથી કેન્દ્ર સરકારનો ગ્રુપ પર્સનલ એકસીડન્ટ ઇન્સ્યોરન્સ લીધો હતો જેને લઈને પરિવારને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે જેને લઈને લાભાર્થીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાર્ષિક માત્ર 399 રૂપિયામાં ગૃપ પર્સનલ એક્સીડેન્ટલ ઈન્સ્યોરન્સ પોલિસી ના લાભ
દુર્ઘટનાથી મૃત્યુમાં 10 લાખ રૂપિયાની સહાય
કાયમી વિકલાંગતામાં 10 લાખનું કવરેજ
આંશિક વિકલાંગતામાં 10 લાખનું કવરેજ
અંતિમ સંસ્કાર વિધી ખર્ચ 5 હજાર સુધીનો લાભ
દુર્ઘટનાથી હોસ્પિટલમાં ભરતી થવાનું ભથ્થુ 60 હજાર
દુર્ઘટનાવશ હોસ્પિટલ ઓપીડી માટે 30 હજાર સુધીનું કવરેજ
શિક્ષા લાભ 2 બાળકો માટે 1 લાખ
હોસ્પિટલમાં ભરતી ભથ્થુ 1 હજાર 10 દિવસ સુધી
પરિવાર માટે પરિવહન ખર્ચમાં 25 હજાર સુધી લાભ
આ પોલિસીનો લાભ લેવા માટે મર્યાદિત ઉંમર 18 વર્ષથી 65 વર્ષ હોવી જોઈએ. આ પોલિસી લેવા માટે નજીકનો ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનો સંપર્ક કરવો.