બાયડ તાલુકાના ધડુશીયામઠ ગામે ટીંટોડીએ ધાબા ઉપર ચાર ઈંડા મુકતાં જાણકારોના કહેવા મુજબ બાયડ તાલુકામાં સારા વરસાદની શક્યતા રહેલી છે. ટીંટોડીએ ધાબા પર ચાર ઈંડા મુક્યા તે વાતે સારા વરસાદની આશાએ ખેડુતો તેમજ નગરજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
ચોમાસાને લઈ સેટેલાઈટ લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ થાય છે. જોકે આજે પણ ભારતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વરતારા પર શ્રદ્ધા છે અને બાયડ નજીક આવેલા ધડુશીયામઠ ગામે મકાન ઉપર આવેલ ધાબા ટીટોડીએ ચાર ઈંડા મુકયા છે. ટીટોડી એ ધાબા ઉપર ઈંડા મુક્યા હોવાથી બાયડ તાલુકામાં સારો વરસાદ વરસે છે તેવી ખેડુતો આશા વ્યકત કરી રહ્યા છે. પ્રાચીન કાળામાં જયારે વિજ્ઞાનો વિકાસ ન હતો ત્યારે ભાવી વરસાદની આગાહી આપણા પુર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા ચોમાસા અગૌ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. જેમાં ટીટોડ નામની પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મુકે તો સારો અને સમયસર વરસદા વરસે ટીટોડી ઉંચાર પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ-જેઠ મહિનાના અંત અગાઉ મુકે તો ચામાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે