ખાનગી એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરો દાખલા લેવા આવતા અરજદારો પાસેથી નાણાં ખંખેરતા હોવાની બુમરાણ, અરજદારો ત્રાહિમામ
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં સર્વર છાશવારે ઠપ્પ થતા અરજદારો ત્રાહિમામ
જનસેવા કેન્દ્રમાં અલગ અલગ દાખલો કઢાવવા આવતા અરજદારોને મામલતદાર દાખલાઓમાં સહી નહીં કરી આપતા હોવાની બુમરાડ
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના અરજદારો સારથી પાંચ દિવસ લાઈનોમાં ઊભા રહે ત્યારે માંડ માંડ દાખલા મળી રહ્યા છે
જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખર્ચાળ બન્યું , ફોર્મ માટે પણ પૈસા ખર્ચવા પડતા હોવાની બૂમ
જન સેવા કેન્દ્રમાં ફોર્મ નહીં હોવાનું જણાવી ઝેરોક્ષ ની દુકાનો ઉપર અરજદારોની ધકેલવામાં આવી રહ્યા છે
ઝેરોક્ષ સેન્ટરો વાળા ભોળી પ્રજા પાસેથી ફોર્મના પાંચથી દસ રૂપિયા વસૂલી રહ્યા છે
ખાનગી એજન્સી દ્વારા નિમણૂક પામેલા કોમ્પ્યુટર ઓપરેટરો અરજદારો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની લોકમુખે ચર્ચા
જન સેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચીપકી રહેલા કર્મચારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી તે ખૂબ જરૂરી
હિંમતનગરના બહુમાળી ભવન કેમ્પસમાં આવેલ જનસેવા કેન્દ્રમાં વિવિધ કામ અર્થે આવતા અરજદારોને કેન્દ્રનુ સર્વર વારંવાર ઠપ્પ થઈ જતા ભારે હાલાકી ભોગવવી પડે છે. જનસેવા કેન્દ્રમાં વિવિધ ફોર્મ પણ ન મળતા અ૨જદા૨ોને મુશ્કેલી પડી રહી છે. મુશ્કેલી ભોગવતા અરજદારોને જનસેવા કેન્દ્રમાં અધિકારીની હાજરી ન દેખાતા તેમની મુશ્કેલીના નિવારણ માટે પણ ટેબલે ટેબલે ભટકવુ પડતુ હોવાની રાવ ઉઠી છે.
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં છાશવારે સર્વર ઠપ્પ થઈ જતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અલગ અલગ દાખલાઓ કઢાવવા આવતા અરજદારોને મામલતદાર દાખલાઓમાં સહી ન કરી આપતા હોવાની બુમરેણ ઉઠી છે. ઢગલા બંધ દાખલાઓ એકત્ર થયા બાદ જ સહીઓ થતી હોવાનો અરજદારો કહી રહ્યા છે. બહાર ગામથી ભાડા ખર્ચી, પેટ્રોલ બાળી દાખલા કઢાવવા આવતા ગરીબ અને મધ્યમવર્ગીય અરજદારોને ચાર-પાંચ દિવસ સુધી લાઈનોમાં ઉભા રહ્યા પછી માંડ દાખલા મળી રહ્યા છે.
જનસેવા કેન્દ્રમાં અરજદારો કોઈપણ પ્રકારના ફોર્મ માગેતો તે ન મળતા હોવાની રાવ ઉઠી છે. એજન્સી દ્વારા નિમણુંક કરાયેલા કોમ્પ્યુટર ઓપરેશે જનસેવા કેન્દ્રમાં ફોર્મ નહીં હોવાનુ જણાવી અરજદારોને ઝેરોક્ષોની દુકાનો પર ધકેલી રહ્યા છે. જયાંથી રૂપીયા ખર્ચી અરજદારોને ભટકી ભટકીને ફોર્મ મેળવવા પડે છે. જયારે બીજી બાજુ ખાનગી એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરો દાખલા લેવા આવતા અરજદારો પાસેથી નાણાં ખંખેરતા હોવાની બુમો પણ ઉઠવા પામી છે. સાથે સાથે જનસેવા કેન્દ્રમાં છેલ્લા ગણા વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચીપકી રહેલા અને એજન્ટની જેમ કામ કરતા કર્મચારીઓને બદલવા અરજદારોમાં બુમરેણ ઉઠી છે.
— ઢગલાબંધ દાખલા ભેગા થાય ત્યારે જ સહી કરી આપે તેવા અરજદારોના આક્ષેપો
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં અલગ અલગ દાખલા કઢાવવા માટે આવતા અરજદારોને દાખલાઓમાં મામલતદાર સહી ન કરી આપતાં હોવાની બુમરાડ ઉઠી છે. 200 દાખલા ભેગા થાય ત્યારે જ સહી કરી આપતા હોવાના અરજદારો દ્વારા આક્ષેપો કરાયા છે. અને અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા ગરીબ અને મધ્યમવર્ગના અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ અરજદારો પાંચ પાંચ દિવસ સુધી લાઇનમાં ઊભા રહીને દાખલ કઢાવતા હોય છે ત્યારે એ દાખલામાં સીટી મામલતદાર દ્વારા ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક રાવ ઉઠી છે. આ અંગે એક અરજદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે, મોટી સંખ્યામાં ઢગલાબંધ દાખલા ભેગા થાય ત્યારે જ એક સાથે સહી કરી આપતા હોઈ અરજદારોને સતત પાંચ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.
હિંમતનગર બહુમાળી ભવનના સંકુલ માં સ્થિત જનસેવા કેન્દ્રમાં તાલુકાના ગામડા સહિત હિંમતનગર શહેરના અરજદારો અને વિદ્યાથીઓ દાખલા, ક્રિમિનલ,આવકના દાખલા,જાતિના દાખલા સહિત 8-12ના ઉતારા મેળવવા ખેડૂતો આવતા હોય છે. જ્યાં સોમવાર , મંગળવાર અને બુધવારે જનસેવા કેન્દ્રોમાં અરજદારો સહીત વિદ્યાથીઓની લાઈનો લાગી હતી.
— જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખર્ચાળ કેન્દ્ર બની રહ્યું હોય એવો માહોલ , ઝેરોક્ષ સેન્ટરો વાળા ભોળી પ્રજા પાસેથી ફોર્મના 5 થી 10 રૂપિયા વસૂલી રહ્યા છે
હિંમતનગર જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખર્ચાળ કેન્દ્ર બની રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય અરજદારો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો માહોલ પ્રવર્તી રહ્યો છે હિંમતનગરના બહુમાળી ભવન કેમ્પસમાં આવેલ જનસેવા કેન્દ્રમાં વિવિધ દાખલ મેળવવા આવતા અરજદારોને દાખલો મેળવવા ફોર્મ ભરવું પડે છે જે જનસેવા કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી જનસેવા કેન્દ્રમાં ફોર્મ ઉપલબદ્ધ ન હોવાનું જણાવી અરજદારોને ઝેરોક્ષની દુકાનોમાં ધકેલી દેવામાં આવતા ઝેરોક્ષ માલિકો અરજદારો અને ભોળી પ્રજા પાસેથી ફોર્મ દીઠ ૫થી ૧૦ રૂપિયા ખંખેરી રહ્યા છે.
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં સર્વર છાશવારે ઠપ્પ થતા અરજદારો ત્રાહિમામ
થોડાસમય પહેલા રાજ્યભરમાં આવેલી તમામ સરકારી કચેરીઓને ઈન્ટરનેટ સુવિધાથી સજ્જ કરવામાં આવી હતી, જેથી અરજદારોના કામો સમયસર થવા લાગ્યા હતા પરંતુ જનસેવા કેન્દ્રમાં નેટવર્ક વારંવાર કોઈ કારણોસર ઠપ્પ થઈ જાય છે જેથી અરજદારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવું કાંઈક જોવા મળ્યું રહ્યું છે હિંમતનગર નાં બહુમાળી ભવનના પ્રાંગણમા આવેલ જનસેવા કેન્દ્રમાં કે જ્યાં અરજદારો પોતાના કામ માટે આવ્યા હતા ત્યાં જન સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા સર્વર ઠપ્પ થઈ જવાથી કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જેથી અરજદારોમાં નિરાશાની લાગણી જોવા મળી હતી અને કામો અટકી પડ્યા હતા.
— ખાનગી એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરો દાખલા લેવા આવતા અરજદારો પાસેથી નાણાં ખંખેરતા હોવાની બુમો પણ ઉઠવા પામી છે
હિંમતનગર જન સેવા કેન્દ્રમાં ખાનગી એજન્સી દ્વારા નિમણૂક પામેલા કોમ્પ્યુટર કોમ્પ્યુટર દ્વારા સરકારી સહાય માટે અને શૈક્ષણિક કામગીરી માટે આવશ્યક એવા અલગ અલગ પ્રકારના જરૂરી દાખલાઓ અર્થે મોટી સંખ્યામાં અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ તથા વિદ્યાર્થીઓનો પણ ભારે ઘસારો જોવા મળી રહે છે ત્યારે 6 થી 10 હજારનાં પગાર ધોરણ ધરાવતા ખાનગી એજન્સી દ્વારા નિમણૂક પામેલા કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના મોટી સંખ્યામાં આવતા અરજદારો પાસેથી વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવા માટે અરજદારો પાસેથી 1000થી 1500 રૂપિયાની રોકડી કરી નાણાં ખંખેરતા હોવાની બુમો પણ ઉઠવા પામી છે ત્યારે જન સેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચીપકી રહેલા કર્મચારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી તે ખૂબ જરૂરી બન્યું છે