એટલાન્ટિક મહાસાગરમાં પલટી ગયેલી સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા છે. આ તમામ લોકો ટાઇટેનિક જહાજનો ભંગાર જોવા ગયા હતા. સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે આ વાતની પુષ્ટિ કરતા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. યુએસ કોસ્ટ ગાર્ડના રિયર એડમિરલ જ્હોન મૌગરે જણાવ્યું છે કે, સબમરીનના પાંચ ભાગ ટાઈટેનિક જહાજના ભંગારમાંથી 1600 ફૂટ નીચેથી મળી આવ્યા છે.
સબમરીનમાંથી જોરદાર વિસ્ફોટ થયો
યુએસ કોસ્ટ ગાર્ડે સબમરીન પર એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. ટાઇટન સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ બચાવ કામગીરીમાં લાગેલા યુએસ કોસ્ટ ગાર્ડના લોકોએ જબરદસ્ત વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. 18 જૂનના રોજ ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ તેનો સંપર્ક તૂટી ગયો હતો.
પાંચ લોકો કોણ હતા
પિતા-પુત્રની જોડી શાહજાદા અને સુલેમાન દાઉદ, ટાઇટનમાં સવાર પાંચ લોકો પૈકીના પરિવારજનોએ તેમના નિધનથી શોક વ્યક્ત કર્યો છે. હેમિશ હાર્ડિંગના પરિવારે તેમને યાદ કર્યા છે. આ સબમરીનમાં વિશ્વના જાણીતા અબજોપતિઓ સવાર હતા. તેમાં ઓશનગેટના સીઇઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નરગીયોલેટનો સમાવેશ થાય છે.
2 કલાક બાદ સંપર્ક તૂટી ગયો હતો
સમુદ્રની 12,500 ફૂટ ઉંડાઈમાં ટાઈટેનિકના કાટમાળને જોવા જવામાં આઠ કલાકનો સમય લાગે છે, ત્યાં ફરવું અને પાછા આવવું. જવા માટે બે કલાક લાગે છે. ભંગાર જોવામાં 4 કલાક અને પાછા ફરવામાં 2 કલાક લાગે છે. પરંતુ 18 જૂને જ્યારે આ સબમરીન નીકળી ત્યારે 2 કલાક બાદ સંપર્ક તૂટી ગયો હતો.