અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા ગુન્હેગારોને ઝડપી પાડવા બાતમીદારો અને ટેકનિકલ સર્વલન્સના સહારે અનેક ગુન્હેગારોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશનમાં દસ મહિના અગાઉ નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હાના આરોપીને સહયોગ ચોકડી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં 10 મહિના અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હાનો આરોપી અમરત ઉર્ફે વીરો રમણ પાંડોર (રહે,વાંઘાફળી,પંડોરવાસ, ગોવિંદપુર-માલપુર) મોડાસા સહયોગ ચોકડી નજીક આવવાનો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે સહયોગ બાયપાસ ચોકડી નજીક વોચ ગોઠવી દબોચી લેતા છેલ્લા દસ મહિનાથી મેઘરજ પોલીસને થાપ આપનાર અમરત ઉર્ફે વીરા પાંડોરના હોશકોશ ઉડી ગયા હતા એલસીબી પોલીસે આરોપીની અટક કરી મેઘરજ પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી