હાલ એક બાજુ તો જ્ઞાન સહાયક ભરતી બાબતે ભરપુર વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા પ્રવાસી ટીચરોની હાલત પણ દયનિય જોવા મળી છે જેની અંદર હાલ તો જે પ્રવાસી ટીચરો પોતાના પગારની પરવા કર્યા આજે પણ ફરજ બજાવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો 2022 થી 23 સુધીમાં જે પ્રવાસી ટીચરની ભરતી કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાની કેટલીક શાળાઓના જે પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાતા હતા જે શિક્ષકોનો જિલ્લાની કેટલીક શાળામાં માર્ચ તેમજ એપ્રિલ મહિનાનો પગાર બાકી હોવાથી પ્રવાસી ટીચર ની હાલત કફોડી બની છે જેની અંદર માર્ચ મહિનાની અંદર જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની કામગીરી અંતર્ગત કેટલીક શાળામાં શિક્ષકો દ્વારા પેપર તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન માર્ચ અને એપ્રિલ મહિનામાં ધોરણ 9 અને 11 ના પરીક્ષાની કામગીરી પણ કેટલાક અંશે પ્રવાસી ટીચરો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી હતી પરંતુ હાલ વાત એક છે કે જે પ્રમાણે જે ફરજ બજાવી હતી પ્રવાસી શિક્ષકોએ જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કેટલીક શાળાઓમાં આજે પણ માર્ચથી એપ્રિલ મહિનાનો જે પ્રવાસીનો પગાર મળવા પાત્ર છે એ પગારથી હાલતો પ્રવાસી શિક્ષકો વંચિત રહ્યા છે તો બીજી બાજુ આજે પણ જે સત્ર શરૂ થતા ની સાથે જ પ્રવાસી ટીચરો ફરીથી પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ પણ આજે પણ વગર પગારની આશાએ આજે પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ દુઃખદ વાત એ છે કે જે પ્રવાસી શિક્ષક તરીકે નોકરીમાં આજે પણ પોતાના પગારના સ્વાર્થ વગર પોતે વિદ્યાર્થીઓના હિતની આધીન આજે પણ કાર્યરત છે ત્યારે આ બાબતે સરકાર જાગે અને જ્ઞાન સહાયકની ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રવાસી ટીચરની કાર્યરત કરવામાં આવે અને સત્ર શરૂ થયાની સાથેનો પગાર આપવામાં આવે તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે