દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે યોજાયેલ સરપંચ સંમેલનમાં પોતાના ગામની શાળાના જન્મદિવસની સામુહિક ઉજવણી કરવામાં આહવાન કરતા રાજ્યની પ્રાથમિક શાળાઓ જન્મદિવસ ની ઉજવણી રંગેચંગે કરી રહી છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામની પ્રાથમિક શાળા મોડાસા શહેરની ખાનગી સ્કૂલોને અભ્યાસમાં પછાડી રહી છે સાકરીયા પ્રાથમિક શાળાના 166માં જન્મ દિનની વિશેષ આત્મીયતા-ઉત્સાહ સાથે શિક્ષણગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા સામૂહિક કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી
મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં વર્ષ-1858માં 15 જુલાઈના રોજ પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી સાકરીયા પ્રાથમિક શાળાને 165 વર્ષ પૂર્ણ થતા 166માં જન્મદિવસની ઉજવણી કેક કાપીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સરસ્વતી વંદના કરીને કરવામાં આવી હતી. આ તકે સાકરીયા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરી ચૂકેલા અને હાલ વેલસેટ થઈ ગયેલા આગેવાનો દ્વારા સાકરીયા પ્રાથમિક શાળાના વિકાસ માટે જરૂરી યોગદાન આપવાની તૈયારી પણ બતાવી હતી.શાળાના સ્માર્ટ કલાસરૂમ અને શિક્ષકગણ દ્વારા અભ્યાસ માટે અપાતા યોગદાનની ગ્રામજનોએ સરહના કરી હતી સાકરીયા પ્રાથમિક શાળાએ દેશ-વિદેશને નામાંકિત તબીબો, ઇજનેરો, ઉદ્યોગપતિઓ,રાજકીય અને સહકારી અગ્રણીઓ, વેપારીઓ આપ્યા છે