અરવલ્લી જિલ્લાના મોડાસાની બી. ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે પ્રવેશોત્સવ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,, શહેરની વિખ્યાત ટીચર એજ્યુકેશન કોલેજ શ્રી બી. ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશનમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ મેળવનાર નવા પ્રશિક્ષણાર્થી માટે પ્રવેશોત્સવ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નવો પ્રવેશ મેળવનાર પ્રશિક્ષણાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓને વાલી ગણને એક એસએમસી કમિટી બનાવવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ કડિયા અને ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ ઉપાધ્યાય ની વર્ણી કરવામાં આવી હતી, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી ને પ્રાર્થના ગીત તથા સ્વાગત ડાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું, મલા ગાંધી કેળવણી મંડળના મંત્રી જયેશ દોશી અને મંત્રી ડો. ઘનશ્યામભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજયો હતો,,આ પ્રસંગે પૂર્વ આચાર્ય ડો.મધુસુદન બુટાલા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા,, આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસોંગોચિત વક્તવ્ય આપી,, નવા પ્રશિક્ષણાર્થીઓને મદદરૂપ થાય તેવી માહિતી આપી હતી,, આ કાર્યક્રમમાં ડો.બિપીનભાઈ પટેલ તથા મંડળના હોદ્દેદારો, કોલેજ નો સ્ટાફ અને પ્રશિક્ષણર્થીઓ હાજર રહ્યા હતા .