અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા પંથકની એક પ્રાથમિક શાળાના ધો.5 માં અભ્યાસ કરતા બાળકોને કક્કો પણ આવડતો ન હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં જાગૃત કરતા હડકંપ મચ્યો હતો જીલ્લાવાસીઓમાં પ્રાથમિક શાળાઓમાં કથળતા અભ્યાસ માટે જવાબદાર કોણની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કચેરી છેલ્લા દોઢ વર્ષથી ઇન્ચાર્જમાં ચાલતી હોવાથી પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે કાયમી નિમણુંક કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે જીલ્લા શિક્ષણાધિકારી પાસે જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીનો ચાર્જ હોવાથી બેવડી જવાબદારી સાથે ગાડું ગબડી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ જાન્યુઆરી-2022 માં વય નિવૃત્ત થયા પછી રાજ્ય સરકાર છેલ્લા દોઢ વર્ષથી ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ભરોશે પ્રાથમિક શિક્ષણનું ગાડું ગબડાવી રહી છે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાયમી નિમણુંક ન હોવાથી પ્રાથમિક શૈક્ષણિક વિભાગનો વહીવટ અને શિક્ષણ બંને કથળ્યું હોવાનું શિક્ષણવિદો માની રહ્યા છે અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે