30 C
Ahmedabad
Sunday, April 28, 2024

બાયડ CPI તોમરનું સ્વાગત કરતા તસ્કરો : ડેમાઈની ચામુંડા જવેલર્સમાં તસ્કરો ત્રાટકી લાખ્ખો રૂપિયાના સોના-ચાંદીની ચોરી કરી ફરાર


અરવલ્લી જીલ્લા સહીત બાયડ શહેરમાં ચોર લૂંટારુ ગેંગ બેફામ બની બંધ મકાનો અને ધંધા રોજગારના સ્થળોને નિશાન બનાવી ચોરી લૂંટની ઘટનાઓ ને અંજામ આપી ખાખી વર્દીને ચેલેન્જ આપી રહી છે બાયડના ડેમાઈ ગામે આવેલી ચામુંડા જવેલર્સમાં તસ્કરોએ ધીંગી ખેપ મારી બાયડ સીપીઆઈ તરીકે ચાર્જ સંભાળનાર મુકેશ તોમરનું સ્વાગત કર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે ડેમાઇની ચામુંડા જવેલર્સમાં વહેલી પરોઢે તસ્કરો ત્રાટકી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બાયડ પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવેની પ્રબળ માંગ ઉઠી છે જો કે સીપીઆઈ તોમર સરકાર બંદોબસ્તમાં હોવાથી હાજર થયા નથી

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, બાયડ શહેરની છેવાડાના સોસાયટી વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સતત આંટાફેરા મારી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે ત્યારે બાયડ-કપડવંજ હાઈવે પર ડેમાઈ ગામમાં તેજસભાઈ અશ્વિનભાઈ પાટડીયાની આવેલ ચામુંડા જવેલર્સમાં શુક્રવારે પરોઢિયે તસ્કરો ત્રાટકી દુકાન આગળ લગાવેલ લોંખડની જાળીનું તાળું તોડી આખેઆખો દરવાજો ઉંચકાવી દુકાનમાં પ્રવેશી ૩૫૦ ગ્રામ સોનાના દાગીના, ૨૭ કિલો ચાંદીના ઘરેણાં અને દુકાનમાં રહેલા ૯૦ હજાર રોકડા ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી વહેલી સવારે તેજસભાઈને તેમની દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા દોડી આવ્યા હતા જવેલર્સમાંથી મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા તેમના માથે આભ તૂટી પડ્યું હતું જવેલર્સમાં ચોરી થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ચોરીની ઘટનાની જાણ બાયડ પોલીસને કરતા તાબડતોડ દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ લખાઈ રહ્યું ફરિયાદ નોંધાઈ નથી.

Advertisement

ડેમાઈમાં ચોરી થતા લોકોમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના મસમોટા દાવાઓ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો રાત્રીના સુમારે ઘોડેસવારી પોલીસ મુકવામાં આવે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવેની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!