28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી જિલ્લાના વિકાસ માટે 611 વિકાસલક્ષી કામો માટે 897 લાખની જોગવાઈ


અરવલ્લી જિલ્લા મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી ડૉ કુબેર ભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં બેઠકમાં વર્ષ 2022-23 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લાના છ તાલુકાનું આયોજન સર્વાનુમતે મંજૂર કરી જિલ્લામાં 616 કામો માટે રૂ. 897 લાખની ખર્ચ કરવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓને સંબોધતા મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજાને સુવિધાયુક્ત જીવન મળે અને પાયાની માળખાગત સુવિધાઓથી કોઈ વંચિત ના રહે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે ચિંતા કરી રાજય સરકાર દ્વારા વિકાસલક્ષી કામોનું આયોજન કરે છે. વિકાસ એ સતત ચાલતી પ્રકિયા છે. જેના થકી પ્રજાના સુખાકારીના કામો અગ્રિમતા આપવા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આ યોજનાઓનું અમલીકણ સમયસર થાય તથા નાણાનો વિનિયમન કરી ગુણવત્તાસભર કામો પર ભાર મુક્યો હતો.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સભ્ય સચિવ જિલ્લા આયોજન મંડળ સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં પાણી પુરવઠાના 124 કામો માટે 112 લાખ , સી સી રસ્તાના 88 કામો માટે 132.65 લાખ, ડીપ અને ગરનાળાના 91 કામો માટે 177.15 લાખ , ગટર લાઈનના 41 કામો માટે 69.85 લાખ, પુર સંરક્ષણ દીવાલના 67 કામો માટે 113.26 લાખ તેમજ સ્ટ્રીટ લાઈટના 85 કામો માટે 101.79 લાખ તેમજ અન્ય 37કામો માટે 66.94 લાખની ગ્રાન્ટ ફાળવણી મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત નગરપાલિકા બાયડ અને મોડાસા માટે રૂ. 50 લાખ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 30 લાખના કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહજી ચૌહાણ જિલ્લા કલેકર ડૉ નરેન્દ્રકુમાર મીના,જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીઓતીયા , નિરીક્ષક નાયબ સચિવ આયોજન પ્રભાગ માયાબેન ડાભી , મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર , બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ તમામ તાલુકા પંચાયત પ્રમુખ, તમામ તાલુકા વિકાસ અધિકારી,સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!