અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં શ્રી ટીંટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તથા સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસાના સહયોગથી શ્રી ખેમરામ સુરજરામ વ્યાસ બિલ્ડિંગમાં નવીન દવાખાનુ તથા શ્રી પીએમ કોઠારી હાઇસ્કુલ સંકુલ માં જિલ્લા કલેકટર પ્રસસ્તિ પારીક ના વરદ હસ્તે સ્માર્ટ શાળાનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરાયું તથા બહારથી પધારેલા મહેમાનો અધિકારીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી ટીંટોઇ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા સંકુલમાં કે.જી તથા ધોરણ ૧ થી ૫ પગરવ પ્રાથમિક શાળા હાઈસ્કુલ સંલગ્ન ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ ૬ થી ૮ તેમજ ધોરણ ૯ થી ૧૨ ના તમામ વર્ગો તેમજ વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના વર્ગો સ્માર્ટ બનાવવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં દવાખાનાના ઉદ્ઘાટક અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશસ્તિ પારીક તથા સમારંભના પ્રમુખ વિનોદ સોમાલાલ વ્યાસ (સ્માર્ટ શાળાના દાતા) તથા વિશેષ ઉપસ્થિતિ અમિતકુમાર પરમાર નાયબ કલેકટર મોડાસા, ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદ સિંહજી(ટોમ બાપુ) ચંપાવત, ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ વ્યાસ, આચાર્ય, જીગીસ.એચ. મહેતા ચેરમેન સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસા, અર્ચના એમ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવલ્લી, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, ટીંટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ રાઠોડ, જીતેન્દ્ર ગોસ્વામી ચેરમેન મોટુંલ ઇન્ડિયા હોસ્પિટલના દાતા, ધ્રુવ સોમા લાલ વ્યાસ વિજ્ઞાન પ્રવાહના દાતા ના પુત્ર તથા રાકેશ પટેલ ઓ.એસ.ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા તથા ટીંટોઇ એજ્યુકેશન સોસાયટી ના સર્વે હોદ્દેદારઓ અને સભ્યઓ વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઈ ના વતની અને હાલ મુંબઈ સ્થિત દાતાશ્રીઓનો પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યો હતો.
ટીંટોઇ ગામના અગ્રણીઓ જયેશભાઇ સોની,મયુરધ્વજસિંહ ચંપાવત,કૌશિકભાઈ સોની,ભરત ભાઈ પટેલ,કેતનભાઈ પંચાલ,ઈશ્વરભાઈ ઠક્કર,વિષ્ણુભાઈ(મુખી) પટેલ તેમજ ટીંટોઇ વેપારી મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા