ચોમાસા બાદ નાના મોટા સૌકોઈ માં આંખો ના ઇન્ફેક્શન એટલે કે કંજેકટીવાઈટીઝ નો રોગ ચારે બાજુ ફેલાયેલ છે આ રોગ સામે લડવા માટે ખાસ બાળકો ને જરૂરી સૂચના અને સારવાર ખૂબ જરૂરી છે ત્યારે મેઘરજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો માટે દરેક શાળા માં કેમ્પ યોજાયા હતા
ચોમાસા બાદ સમગ્ર ગુજરાત માં આંખો માં ઇન્ફેક્શન નો રોગ જોવા મળે છે આ રોગ માં આંખો લાલ થવી,આંખો ફૂલી જવી,આંખ માં બળતરા સાથે પાણી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે જેના સામે રક્ષણ મેળવવા માટે સારવાર પણ જરૂરી છે ત્યારે મેઘરજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા ની શાળાઓ માં આરોગ્ય ની ટીમ દ્વારા દરેક બાળકોની આંખો નું સ્ક્રીનીંગ કર્યું અને કાન્જેકટીવાઇટીસ ના રોગ વાળા બાળકો ને ડ્રોપ આપી જરૂરી સૂચનાઓ આપવા માં આવી આમ આરોગ્ય વિભાગ ની અનોખી કામગીરી થી ગ્રામ્ય વિસ્તાર માં બાળકો ને આ રોગ સામે પૂરતી સારવાર મળી રહી છે આ સમગ્ર માહિતી મેઘરજ તાલુકા આરોગ્ય અધિકારી એ આપી હતી