ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ નિર્માણ દરમિયાન દાહોદનો શ્રમિક યુવક સગીરાને ભગાડી ફરાર થઇ ગયો
ભિલોડા પોલીસ સગીરાના ગંભીર ગુન્હામાં ફરિયાદ નોધવાને બદલે પહેલા અરજી લીધીના થોડા દિવસ પછી ફરિયાદ નોધી હોવાનો આક્ષેપ
સગીરાના BSFમાં ફરજ બજાવતા કાકાએ રોડ કોન્ટ્રકટરે પોલીસને પૈસા ખવડાવતા તપાસમાં ઢીલી નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ કર્યોAdvertisement
અરવલ્લી જીલ્લામાં સગીરાના અપહરણની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ નિર્માણ દરમિયાન દાહોદનો શ્રમિક યુવક રોડ નજીક રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી ફરાર થઇ જતા સગીરાના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું સગીરાના અપહરણ અંગે ભિલોડા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સગીરાના અપહરણને બે મહિના કરતા વધુનો સમય થવા છતાં પોલીસ આરોપી અને સગીરાને શોધવામાં નિષ્ફળ રહેતા પરિવારે હાઇકોર્ટનું શરણ લેવા મજબુર બનતા ભિલોડા પોલીસ દોડતી થઇ છે
ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં ઇડરનો કોન્ટ્રાકટર રોડ નિર્માણનું
કામકાજ અર્થે દાહોદથી શ્રમિકો લાવ્યો હતો જેમાં અક્ષય ભાથું ભુરીયા નામનો યુવક રોડ નજીક રહેતી 17 વર્ષીય સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને સગીરા સાથે પ્રણય ફાગ ખેલી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને રોડ કોન્ટ્રાકટર અને સગીરાનું અપહરણ કરનાર યુવકના ભાઈ અને મિત્રનો સંપર્ક કરતા તેમને હાથ ખંખેરી નાખ્યા હતા સગીરાના પરિવારજનોએ આજુબાજુ શોધખોળ હાથધરી હતી સગીરાનો કે પછી સગીરાનું અપહરણ કરનાર દાહોદના અક્ષય ભાથું ભુરીયા નામના યુવકનો અત્તોપતો ન લાગતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી તપાસ આદરી હતી પોલીસ સગીરા શોધવામાં નિષ્ફ્ળ રાહી હોવાનો પરિવારજનોને અહેસાસ થતા પરિવારે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા મજબુર બન્યો હતો
અપહત્ય સગીરાના BSFમાં નોકરી કરતા કાકાએ ભિલોડા પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સગીરાનું અપહરણ થતા પરિવારજનો ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદ નોંધવાના બદલે પહેલા અરજી લઇ તમારી દીકરી મળી જશે જણાવી ફરિયાદ લેવાનું ટાળ્યાના દસ દિવસ પછી ફરિયાદ લેતા આરોપી ને નાસી છૂટવા પૂરો સમય આપ્યો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરી વધુમાં આરોપીનું નામ તેનું એડ્રેસ અને મોબાઈલ નંબર આપ્યા હોવા છતાં પોલીસ રોડ કોન્ટ્રાકટરે પૈસા ખવડાવી દેતા તપાસમાં ઢીલી નીતિ અપનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો ભિલોડા પોલીસ સગીરાને શોધવાના બદલે ઠાલા વચનો આપી સમય બરબાદ કરતી હોવાના પગલે ન છૂટકે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું