38 C
Ahmedabad
Friday, May 17, 2024

ACB ટ્રેપ છતાં નહીં સુધરે વનવિભાગ, હવે અરવલ્લી વનવિભાગે કોલસા કૌભાંડ આદર્યું !, શામળાજીના ડુંગરોમાં ભિષણ આગ, જુઓ Video


અરવલ્લી જિલ્લાના જંગલો પહેલેથી જ અસુરક્ષિત છે તેવું સ્પષ્ટ થયું હતું, આ વચ્ચે શામળાજીના ડુંગરોમાં ભિષણ આગ લાગવાની ઘટનાએ વનવિભાગની પોલ ખોલી નાખી છે. છેલ્લા કેટલાય સમયથી અરવલ્લીના જંગલો તેમજ ડુંગરો પર આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે, પણ વનવિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શામળાજી નજીક વેણપુર ગામની સીમમાં આવેલા ડુંગરોમાં શનિવાર મોડી રાત્રા ભિષણ આગ લાગી હતી, સામાન્ય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ હજુ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.

Advertisement

તો બીજી બાજુ શનિવારે મેઘરજના બોરખાડના જંહલોમાં બપોરના અરસામાં આગ લાગી હતી, આગના ગોટેગોટા આસપાસના વિસ્તારોમાં દેખાતા આગને બુઝાવવા દોડાદોડી શરૂ થઇ હતી. અચાનક લાગેલી આગથી વનરાજી બળીને ખાક થઇ ગયા પણ આગ લાગવા અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મેઘરજ વનવિભાગની ઘેર બેદરકારી સામે આવતા કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

હાલમાં જ ધનસુરાનો આર.એફ.ઓ. નર્સરીને લઇને ત્રીસ હજારની લાંચમાં એ.સી.બી. ના છટકામાં આવ્યો છે, પણ હજુ વનવિભાગ સુધરવાનું નામ ન લેતું હોય તેવું લાગી રહ્યું છે. હવે બારોબાર જંગલોમાંથી કોસલા પાડવાનું કૌભાંડ વનવિભાગે આદર્યું હોવાની લોકચર્ચાએ જોર પકડતા વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શિયાળો પૂર્ણ થતાં જ જંગલો અને ડુંગરો પર આગ લાગવાનો શુભારંભ થઇ ચુક્યો હતો, ત્યારે શામળાજી નજીક વેણપુરના બે ડુંગરો આગની ઝપેટમાં આવી જતાં સ્થાનિક લોકોમાં વનરાજી ખાક થઇ જવાનો પણ ડર સતાવી રહ્યો છે. સામાન્ય લાગેલી આગ આસપાસના 2 કિ.મી.ના ડુંગરમાં આગ પ્રસરી છે. આગ પર કાબૂ મેળવવા માટે વનવિભાગના 60 જેટલા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે, જોકે આગ પર ક્યારે મેળવી શકાશે તે કહેવું મુશ્કેલ છે. જુઓ ડુંગર પર લાગેલી આગનો ભિષણ Video

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!