38 C
Ahmedabad
Thursday, May 2, 2024

અરવલ્લી : મોડાસાની મદની હાઈસ્કૂલમાં અટલ ટીકરિંગ લેબનું ઉદ્ધાટન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પહોંચ્યા


ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ , સંચાલિત એમ.આર.ટી.સી. મદની હાઈસ્કૂલ અને એચ.આઈ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ , મોડાસા માં અટલ ટીંકરીગ લેબનું ઉદઘાટન ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ બાબુભાઈ ટાઢાના અધ્યક્ષ સ્થાને મોડાસાના ધારાસભ્ય માનનીય રાજેન્દ્ર સિંહ ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું , અતિથિ વિશેષ તરીકે ધી સર્વોદય સહકારી બેંકના મેનેજીંગ ડિટેક્ટર ઈકબાલહુસેન ઈપ્રોલિયા તથા ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.સો.લી.ના પ્રમુખ સાજીદહુસેન ખાનજી ઉપસ્થિત રહ્યા હતા . ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ના ઑ.સેક્રેટરી કાદરઅલી સૈયદ , મેનેજીંગ ટ્રસ્ટી જીવાભાઈ ખાનજી , જો.સેક્રેટરી આબીદહુસેન બેલીમ , પૂર્વ પ્રમુખ શબ્બીર હુસેન ખાનજી , મુસ્તુફાભાઈ કાંકરોલીયા , સુલેમાનભાઈ ખાનજી , હોદ્દેદારો અને કારોબારી સભ્યો , પ્રાથમિક વિભાગના આચાર્ય ઇલ્યાસભાઈ સુથાર , સ્માર્ટ સ્કૂલના આચાર્ય શાહિદભાઈ દાદુ તથા સ્ટાફ મિત્રો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં મેહમાનોનું સ્વાગત શાળાના આચાર્ય સુલતાન આઈ . મલિક દ્વારા કરવામાં આવ્યું હતું . સમારંભના અધ્યક્ષ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ બાબુભાઈ ટાઢા દ્વારા વિધાર્થીઓ સંશોધન ક્ષેત્રે આગળ વધે , દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી . ઈકબાલહુસેન ઈપ્રોલિયા તથા સાજીદહુસેન ખાનજી દ્વારા આ લેબનું મહત્તમ ઉપયોગ થાય એ બાબતે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . માનનીય રાજેન્દ્ર સિંહ ઠાકોર દ્વારા લેબને વિધાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી . કાર્યક્રમની આભારવિધિ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ના ઑ.સેક્રેટરી કાદરઅલી સૈયદ દ્વારા કરવામાં આવી હતી . કાર્યક્રમનું સંચાલન મદની હાયર સેકન્ડરી સ્કૂલના મદદનીશ શિક્ષક મો.હનીફ દાદુ દ્વારા કરવામાં આવ્યું હતું .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!