શહેરા,
17મી સપ્ટેમ્બર થી 2 બીજી ઓક્ટોમ્બર સુધી શરૂ કરવામા આવેલા આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતગર્ત પંચમહાલ જીલ્લાના શહેરા નગરના આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવઃ કેમ્પનું આયોજન રાખવામા આવ્યુ હતુ. જેમા નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ,સારવાર કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતું.સારવાર માટે આવેલા લોકોએ પણ આ આરોગ્ય કેમ્પના કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ આરોગ્ય મેળાનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ શાખા જેવા કે બાળરોગ નિષ્ણાંત,સ્ત્રી રોગ નિષ્ણાંત,હાડકા વિભાગ,ચામડી વિભાગ,માનસિક રોગ વિભાગ,આંખ રોગ વિભાગ,જનરલ મેડિસિન વિભાગ, એનસીડી વિભાગના તબીબો હાજર રહ્યા હતા. જેવા વિવિધ નિષ્ણાંત ડોક્ટરો એ આવી તાલુકાના વિવિધ બીમારી ધરાવતા 352 વ્યક્તિઓ ની તપાસ કરી સારવાર અને યોગ્ય સમજણ આપવામા આવી હતી. આ સમગ્ર આરોગ્ય કેમ્પ નુ આયોજન શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભરતભાઈ ગઢવી અને સામુહિક કેન્દ્ર શહેરા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિકારી ડૉ અશ્વિનભાઇ રાઠોડ ની દેખરેખ હેઠળ શહેરા આરબીએસકે ટીમ દ્વારા કરાવામાં આવ્યું હતુ.શહેરાનગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને આરોગ્યકેમ્પનો લાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આવા આરોગ્ય મેળાઓ લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે.જેમા ખાસ કરીને ઘર આંગણે નિષ્ણાત તબીબો દ્વારા રોગને લગતું સચોટ માર્ગદર્શન મળતુ હોય છે.ઝડપની રોગની સારવાર પણ કરાવી શકાય છે