અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં દુકાનોના શટર તોડી ચોરી કરતી ગેંગથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો મોડાસા શહેરના જુદા-જુદા વિસ્તારમાં દુકાનોના શટર ઉંચા કરી ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગના સગીર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ ગેંગના મુખિયાને મોડાસા ટાઉન પોલીસે ઉદેપુરથી અને તેના સાગરીતને મોડાસા હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા શ્યામ સુંદર શોપિંગ સેન્ટર, શ્યામ આર્કેડ અને પ્રીત એપાર્ટમેન્ટની અલગ અલગ દુકાનમાં ત્રાટકી 45 હજારની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરના મેઘરજ રોડ પર આવેલ પ્રીત એપાર્ટમેન્ટ અને શ્યામ આર્કેડમાં આવેલ 5 જેટલી દુકાનોના શટર વચ્ચેથી ઉંચા કરી રોકડ રકમની ચોરી કરનાર ગેંગના બાળ કિશોરને મેઘરજ રોડ પરથી અટકાયત કરી તેની પૂછપરછ કરતા ચોરીમાં અન્ય બે રાજસ્થાની લબરમૂછિયા ચોરના નામ સામે આવતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પુંજીલાલ અહારી (રહે,સીદરી-દવડા,રાજ) ઉદેપુરમાં ધામા નાખ્યા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ ટીમ તાબડતોડ ઉદેપુર પહોંચી દબોચી લીધો હતો તેમજ અન્ય આરોપી રાજુ ઉર્ફે રાજેન્દ્ર જીવા અહારી (રહે,સીદરી,રાજ)મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં હોવાની બાતમી મળતા બાતમી આધારિત સ્થળે પહોંચી ઝડપી પાડી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આ શટર તોડ ગેંગે બે વર્ષ અગાઉ શ્યામ સુંદર શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા ટાઉન પોલીસે બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી